અર્જુન અરવિંદ. રાજસ્થાન (Rajasthan)ના કોટા (Kota) શહેરમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગાયો (Cows)ને આપણે જાણતા કે અજાણતા શું ખવડાવી દઈએ છીએ તેની સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. તેના વિશે સાંભળીને અને તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો. કોટા ખાતેના પશુ ચિકિત્સાલયમાં વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડેએ એક ગાયનું ઓપરેશન (Cow Operation) કર્યું છે.
ગાયના 4 કલાક ચાલેલા ઓપરેશન બાદ વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડેએ જણાવ્યું કે, ગાયના પેટમાંથી ઓપરેશન દરમિયાન 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢવામાં આવી છે. સાથોસાથ લોખંડની 8 અણીદાર ખીલ્લીઓ પણ કાઢવામાં આવી છે. ઓપરેશન દરમિયાન ગાયના પેટમાંથી કાઢવામાં આવેલી અપશિષ્ટમાં અનેક એવી ચીજો છે જેને જોઈને ચોંકી જવાય છે. આપણે લોકો બેદરકારી ભરેલું વર્તન કરીને રસ્તા પર પ્લાસ્ટિકની થેલીઓ ફેંકી દેતા હોઈએ છીએ. જેને ગાયો ખાઈ જાય છે અને તે તેના પેટમાં જમા થઈ જાય છે.
ડૉક્ટર અખિલેશ પાંડે મુજ, 4 કલાક ચાલેલા ગાયના પેટના ઓપરેશન દરમિયાન 48 કિલો પોલિથીન આ ઉપરાંત અન્ય 8 કિલોમાં એક લોખંડની ખીલ્લીઓ, ચાઇનીઝ માંજો, દોરડાના ટુકડા, અનેક પ્રકારના રબ્બરના ફુગ્ગા વગેરે વસ્તુઓ બહાર કાઢવામાં આવી. ઓપરેશન પૂર્ણ થયા બાદ ગાયના પેટમાં 14 ટાંકા લેવામાં આવ્યા છે. અખિલેશ પાંડેએ લોકોને અપીલ કરી કે જાણતા અજાણતા પ્લાસ્ટિકની પોલિથીનમાં બંધ કરીને કચરો ન ફેંકો, કારણ કે મવેશી પોલિથીનની થેલીઓને ખાઈ જાય છે અને તે તેના પેટમાં જઈને જમા થઈ જાય છે. એવામાં મવેશિયોના પેટમાં પોલિથીન અન્ય ચીજો જમા થવાના કારણે પેટમાં જગ્યા રહેતી નથી અને મવેશિયોનું મોત થઈ જાય છે.
મવેશી કંઈ ખઈ નથી શકતા અને આવી જ સ્થિતિ આ ગાયની હતી. જે બૂંદી રોડ સ્થિત બડગાંવ મહાદેવ ગૌશાળાથી સ્વાસ્થ્ય નરમ થતાં અનુરાધા અગ્રવાલે મૌખાપાડા બહુઉદ્દેશીય પશુ ચિકિત્સાલય મોકલી આપી હતી. ગાયની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે અને તેને વધુ સારવાર અને દેખભાળ માટે હૉસ્પિટલમાં રાખવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં ડૉક્ટર અખિલેશ પાંડેને ડૉ. રૂબી ભારતીય, પશુ ચિકિત્સાકર્મી રાજેન્ર્ટ અને ઈમરાનનો સહયોગ મળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર