મુંબઈઃ ડૉક્ટર પર કોરોના સંક્રમિત દર્દીના યૌન શોષણનો આરોપ, ઘરે ક્વૉરન્ટીન કરાયો

મુંબઈઃ ડૉક્ટર પર કોરોના સંક્રમિત દર્દીના યૌન શોષણનો આરોપ, ઘરે ક્વૉરન્ટીન કરાયો
દર્દીએ જાત બચાવવા માટે એલાર્મ વગાડ્યું, હૉસ્પિટલ સ્ટાફ ત્યાં દોડી આવતાં ડૉક્ટરનો ભાંડો ફુટ્યો

દર્દીએ જાત બચાવવા માટે એલાર્મ વગાડ્યું, હૉસ્પિટલ સ્ટાફ ત્યાં દોડી આવતાં ડૉક્ટરનો ભાંડો ફુટ્યો

 • Share this:
  મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓનો સારવાર કરી રહેલા એક ડૉક્ટર પર યૌન શોષણનો (Sexual Assault) આરોપ લાગ્યો છે. આ ઘટના મુંબઈના વૉકહાર્ટ હૉસ્પિટલ (Wockhardt Hospital)નો છે. આરોપ છે કે 34 વર્ષના એક ડૉક્ટરે 44 વર્ષના એક પુરુષ (દર્દી)નું યૌન શોષણ કર્યું. આ ડૉક્ટરની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ કોરોનાના ડરથી તેની હજુ ધરપકડ નથી કરવામાં આવી. પોલીસને શક છે કે આ ડૉક્ટર પણ કોરોના પોઝિટિવ હોઈ શકે છે. એવામાં તેને ઘરમાં જ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યો છે.

  એક દિવસ પહેલા જોઇન કર્યું હતું  અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ, આ ડૉક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હૉસ્પિટલ મુજબ, આ ડૉક્ટરે એક દિવસ પહેલા જ અહીં જોઇન કર્યું હતું. પોલીસ સૂત્રો મુજબ તેને નવી મુંબઈની એક કૉલેજનથી એમ.ડી. પૂરું કર્યું હતું, ત્યારબાદ 28-29 એપ્રિલે હૉસ્પિટલમાં ઇન્ટરવ્યૂ થયા. 30 એપ્રિલે આ ડૉક્ટરનું જોઇનિંગ થયું. જ્યારે યૌન શોષણની આ ઘટના 1 મેની સવારે 9:30 કલાકની છે.

  કેસ નોંધાયો

  ડૉક્ટરની વિરુદ્ધ આઈપીસીની કલમ 377, 269 અને 270 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે આ ડૉક્ટર 10મા ફ્લોર પર આઈસીયૂમાં દાખલ થયો. અંદર જતાં જ તેણે દર્દીને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો અને પછી તેનું યૌન શોષણ કર્યું. દર્દીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માન્યો નહીં. દર્દીએ તાત્કાલિક એલાર્મ વગાડ્યું, જેના કારણે હૉસ્પિટલ સ્ટાફ ત્યાં દોડી આવ્યો અને ડૉક્ટરે દર્દીને છોડી દીધો.

  આ પણ વાંચો, આ શખ્સે ખાઈ લીધી હતો સાપ, ફેફસામાં જીવતાં કીડાં જોઈ ડૉકટર્સ પણ ચોંકી ગયા

  અનેક મેડિકલ સ્ટાફને થયો હતો કોરોના

  નોંધનીય છે કે, વૉકહાર્ટ હૉસ્પિટલના 80 મેડિકલ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. હૉસ્પિટલને સીલ કરી દેવામાં આવી હતી. ગયા મહિને 23 એપ્રિલે તેને ફરી શરૂ કરવામાં આવી. એક સીનિયર ડૉક્ટર મુજબ અહીં હવે યુવા ડૉક્ટરોને કામ પર એટલા માટે રાખવામાં આવ્યા છે કારણ કે હૉસ્પિટલે પોતાની પોલિસી બદલી છે. હવે 60થી વધુ ઉંમરના ડૉક્ટરોને ડ્યૂટી પર નથી રાખવામાં આવતા.

  આ પણ વાંચો, મોટો ખુલાસોઃ ત્રણ વાર આત્મહત્યા કરવા માંગતો હતો મોહમ્મદ શમી, જાતે જણાવ્યું કારણ
  Published by:News18 Gujarati
  First published:May 04, 2020, 09:59 am

  ટૉપ ન્યૂઝ