Home /News /eye-catcher /કિચનમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, કપલે લાઇટ કરીને જોયું તો ઊડી ગયા હોશ

કિચનમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, કપલે લાઇટ કરીને જોયું તો ઊડી ગયા હોશ

જંગલી હાથીએ અડધી રાત્રે કિચનની દીવાલ તોડીને બોરીમાંથી ચોખાની મીજબાની માણી, તસવીરો થઈ વાયરલ

જંગલી હાથીએ અડધી રાત્રે કિચનની દીવાલ તોડીને બોરીમાંથી ચોખાની મીજબાની માણી, તસવીરો થઈ વાયરલ

મનુષ્ય પોતાના સ્વાર્થ માટે જંગલોનું બેફામ નિકંદન (Deforestation) કાઢી રહ્યો છે. આ કારણે જે અનેક જાનવરોએ પોતાના નેચરલ હેબિટાટ (Natural Habitat) ગુમાવી દીધા છે. જંગલો કાપવામાં આવી રહ્યા છે જેને કારણે તેમની પાસે ખાવા-પીવાની ખૂબ તકલીફ ઊભી થઈ છે. આ જ કારણ છે કે ભોજનની તલાશમાં અનેકવાર જંગલી જાનવર માનવ વસાહતો સુધી આવી જાય છે. જ્યારે જાનવરો માનવ વસાહતો સુધી આવી જાય છે તો આપણે પોતાની ભૂલ માનવાને બદલે તેમને જ મારીને ભગાડવા લાગીએ છીએ. હાલમાં થાઇલેન્ડ (Thailand)માં એક જંગલી હાથી (Elephant) અડધી રાત્રે એક કપલના ઘરી અંદર ઘૂસી આવ્યો, તે પણ કિચનની દીવાલ તોડીને.

હાથીનું નામ પ્લાઇ બુન્હુયાય (Plai Bunchuay) હોવાનું કહેવાય છે. તેણે રાત્રે બે વાગ્યે ત્યાં રહેનારી રચડવાન ફુંગપરસોપ્પોરન (Rachadawan Phungprasopporn)ના ઘર પર હુમલો કરી દીધો. હાથીએ ઘરના કિચનની દીવાલને તોડી દીધી અને માથું અંદર નાખીને ચોખાની બોરીમાંથી ખાવાનું શરૂ કરી દીધું. જ્યારે કપલને રાતમાં કિચનમાંથી અવાજ આવ્યો ત્યારે તેમને લાઇટ કરીને જોયું તો તેઓ દૃશ્ય જોઇને ચોંકી ગયા. તેમણે હાથીને ચોખા ખાતો વીડિયો ઉતાર્યો અને તેને સોશિયલ મીડિયા પર શૅર કર્યો, જે બાદમાં વાયરલ થઈ ગયો.

આ પણ વાંચો, ...જ્યારે ઉત્તર કોરિયામાં ભૂખમરાના કારણે લોકો ખાવા લાગ્યા માણસોનું માંસ! રૂંવાડા ઊભી કરતી હતી સ્થિતિ

મહિલાએ જણાવ્યું કે, હાથીને જોતાં જ તેના અને તેના પતિના હોશ ઊડી ગયા હતા. હાથીએ કિચનની દીવાલ તોડી દીધી હતી. જ્યારે તેમણે બૂમો પાડી તો હાથી જંગલમાં ભાગી ગયો. મળતી માહિતી મુજબ, આ હાથીએ બે મહિના પહેલા આ વિસ્તારની રેકી કરી હતી. તેને અનેક લોકોએ જોયો હતો. પરંતુ ત્યારે તે ચૂપચાપ જતો રહ્યો હતો. હવે અડધી રાત્રે ઘર પર હુમલોલ કરીને ખાવાનું ચોરતા પકડાઈ ગયો. ત્યારબાદ કપલે લોકલ વાઇલ્ડલાઇફ ઓફિસર્સને જાણકારી આપી.


આ પણ વાંચો, LPG Connection: ખુશખબરી! સરકાર આપશે ફ્રી ગેસ કનેક્શન, જાણો અરજી કરવાની તમામ પ્રોસેસ

કપલે જણાવ્યું કે, કિચનની દીવાલ ઊભી કરવામાં તેમને સારો એવો ખર્ચ થશે. બીજી તરફ અધિકારીઓએ તેમને ઘરમાં રાશન ન રાખવાની સલાહ આપી છે અને વળતરની કોઈ વાત નથી કરી. થાઈલેન્ડમાં જંગલી હાથીઓના પ્રકોપથી દર વર્ષ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભોજનની તલાશમાં હાથી શહેરોમાં આવી જાય છે અને વિનાશ વેરે છે. તેને લઈને કન્ઝર્વેશન ઓફિસર સુપનયા ચેન્ગસુતાએ જણાવ્યું કે હાથી ખાવાની સુગંધથી આકર્ષાઈને ઘરો તરફ આવી જાય છે. પછી ખાવાની તલાશમાં ઘરોમાં તોડફોડ કરે છે.
First published:

Tags: OMG, Thailand, Viral news, Viral Photos, એલિફન્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો