Home /News /eye-catcher /shocking: કપલ રોમાંસમાં થયું ગળાડૂબ, સંબંધ બાંધતી વખતે પતિ પહોંચ્યો મોતના મુખ સુધી
shocking: કપલ રોમાંસમાં થયું ગળાડૂબ, સંબંધ બાંધતી વખતે પતિ પહોંચ્યો મોતના મુખ સુધી
દંપતી રોમાન્સમાં ગળા ડૂબ
husband wife relation:તાજેતરમાં જ્યારે અક કપલ (couple on holiday) રજા પર ગયા ત્યારે તેઓ સાથે પણ આવું જ બન્યું હતું અને તેમની વચ્ચેના રોમાંસ (Romance)એ ભયંકર વળાંક લીધો હતો.
viral news: ટીએલસી (TLC) ચેનલના એક કન્ફેશન (Confession) સાથે સંકળાયેલા શોમાં, એક દંપતીએ તેમની રોમેન્ટિક ક્ષણ (Romantic Moments) સાથે જોડાયેલો એક કિસ્સો કહ્યો હતો. જે તેમના માટે મૃત્યુથી ઓછો નહોતો. અમાન્ડા (Amanda) અને તેના પતિ ક્રિસ (Chris)એ શોમાં કહ્યુ હતુ કે, એકવાર તેઓ રોમેન્ટિક હોલિડે (Romantic Holiday)
ઘણા યુગલો (Couples) તેમના ભાગીદારો સાથે સારો સમય વિતાવવા માટે રોમેન્ટિક હોલિડે પર જતા હોય છે. સાથે સમય પસાર કરવાથી તેમની વચ્ચે પ્રેમ અને રોમાંચ વધે છે. જોકે, એવું જોવા મળ્યું છે કે વધુ રોમાંચના ચક્કરમાં ઘણીવાર ગડબડ થઈ જતી હોય છે. અને તેની ખરાબ અસર પતિ-પત્ની પર થતી હોય છે. તાજેતરમાં જ્યારે અક કપલ રજા પર ગયા ત્યારે તેઓ સાથે પણ આવું જ બન્યું હતું અને તેમની વચ્ચેના રોમાંસ (Romance)એ ભયંકર વળાંક લીધો હતો.
ટીએલસી (TLC) ચેનલના એક કન્ફેશન (Confession) સાથે સંકળાયેલા શોમાં, એક દંપતીએ તેમની રોમેન્ટિક ક્ષણ (Romantic Moments) સાથે જોડાયેલો એક કિસ્સો કહ્યો હતો. જે તેમના માટે મૃત્યુથી ઓછો નહોતો. અમાન્ડા (Amanda) અને તેના પતિ ક્રિસ(Chris)એ શોમાં કહ્યુ હતુ કે, એકવાર તેઓ રોમેન્ટિક હોલિડે (Romantic Holiday) પર બહાર ગયા હતા ત્યારે બંને વચ્ચે રોમાંસ શરૂ થયો હતો.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ક્રિસે કહ્યું કે, "અમે સંબંધ બાંધતા હતા ત્યારે અચાનક મને ચક્કર આવવા લાગ્યા હતા અને બેભાન થવા લાગ્યો હતો." મને ઊલટી થવા લાગી અને સર જાણે હું ગોળ ગોળ ફરતા સ્વિંગ પર બેઠો હોઉ તેમ હલવા લાગ્યો. મને ભયંકર માથાનો દુખાવો થયો હતો." થોડા સમય પછી ક્રિસ બેભાન થઈ ગયો. અમાન્ડા તેની પરિસ્થિતિ જોઈને ખૂબ જ ડરી ગઈ હતી.
ક્રિસ હવે ઠીક છે, પરંતુ ડોકટરોએ થોડા સમય માટે તેને સંબંધ બાંધવા ના કહ્યું છે. તેણે તરત જ હોટલના સ્ટાફનો સંપર્ક કર્યો જેણે ક્રિસને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરી. ડોકટરોના જણાવ્યા અનુસાર, ક્રિસ 4 વર્ષથી હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ કરી રહ્યો હતો. રોમાંસે તેમના મગજમાં ગયેલા લોહીનુ પરિભ્રમ વધુ વધાર્યું.
આનાથી તેના માથામાં એક નસ ફાટી ગઈ. ડૉક્ટરે અમાન્ડાને કહ્યું કે, ક્રિસને શક્ય તેટલી વહેલી તકે ઓપરેશન કરવું પડશે, પરંતુ મગજની ઓપરેશનમાં બચવાની સંભાવના ખૂબ ઓછી હતી.
અમાન્ડાએ કહ્યું, "મને આ વિશે જાણ થતાં જ હું ખૂબ ડરી ગઈ હતી. મેં મારી જાતને દોષ આપવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે તે મારા કારણે બન્યું છે. જે ક્ષણે ક્રિસ સાથે આવું થયુ તે હુ ડૉક્ટરોને કહેવા પણ નહોતી માંગતી કારણ કે તે ખૂબ જ અંગત ક્ષણ હતી." જોકે ક્રિસનું ઓપરેશન સફળ રહ્યું હતું અને તે હવે સ્વસ્થ છે, પરંતુ ડોકટરોએ ક્રિસને થોડા સમય માટે સંબંધ બાંધતા અટકાવ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર