આ કપલે ઘટાડ્યું 100 કિલો વજન, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: February 9, 2019, 5:24 PM IST
આ કપલે ઘટાડ્યું 100 કિલો વજન, જાણો કેવી રીતે
લગભગ 10 મહિનામાં જસ્મીન 133 કિલોમાંથી 73 કિલોની થઇ ગઇ અને જેરેમી એકલાએ 43 કિલો વજન ઓછું કર્યું

બન્નેએ 2018 ન્યૂ યર રિઝોલ્યુશન તરીકે વજન ઉતારવાનું શરૂ કર્યું હતું, હવે તેઓ ગર્વ સાથે બદલાવની કહાની શેર કરે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: એક કપલે એક વર્ષથી પણ ઓછા સમયમાં લગભગ 100 કિલો વજન (બન્નેએ મળીને) ઉતાર્યું છે. બન્નેએ 2018 ન્યૂ યર રિઝોલ્યુશન તરીકે વજન ઉતારવાનું શરૂ કર્યું હતું. હવે તેઓ ગર્વ સાથે બદલાવની કહાની શેર કરે છે.

કપલનું કહેવું છે કે, આવું કરવું અઘરું નથી. કેનેડાના નોવા સ્કોટિયામાં રહેનારા જસ્મીન પેરેન્ટ અને જેરેમી ક્રાવલે સૌથી પહેલાં તેમના ડાયટમાંથી અમુક વસ્તુઓ દૂર કરી નાંખી અને પછી સાથે-સાથે વર્કઆઉટ પણ શરૂ કર્યું હતું.

કપલે સૌથી પહેલા ખાવામાંથી ખાંડ ઓછી કરી નાંખી અને જંક ફૂડને મેન્યૂમાંથી કાઢી નાંખ્યું. લગભગ 10 મહિનામાં જસ્મીન 133 કિલોમાંથી 73 કિલોની થઇ ગઇ અને જેરેમી એકલાએ 43 કિલો વજન ઓછું કર્યું.

જસ્મીને કહ્યું કે, સૌથી પહેલાં આવું કરવાનો વિચાર ત્યાંથી આવ્યો જ્યારે તેણે તેની એક તસવીર ધ્યાનથી જોઇ. ક્રિસમસનો સમય હતો અને તેણે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર ન કરવાનો નિર્ણય કર્યો હતો. જે પછી પોતાને બદલવા લાગી ગઇ.

આ પણ વાંચો: ઘરે બેઠા 8 હજાર રુપિયામાં શરુ કરો ચોકલેટ બિઝનેસ, થશે લાખોની કમાણી

જસ્મીન આ પહેલાં 2 વાર પ્રેગ્નેન્ટ થઇ ગઇ છે. આ કારણે પણ તેનું વજન વધ્યું હતું. બીજા બાળકની ડિલિવરી વખતે જસ્મીનનું વજન 136 કિલો થઇ ગયું હતું.તેણે કહ્યું કે, વજન વધવા પછી એની સ્થિતિ એવી થઇ ગઇ હતી કે તે ઘરની બહાર નીકળવા નહોતી ઇચ્છતી. તેના પગમાં દુ:ખાવો થતો હતો. પરંતુ હવે તે બદલાવ મહેસૂસ કરે છે.
First published: February 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading