બે શ્વાનનું ધ્યાન રાખવા માટે કેરટેકર જોઇએ છે, પગાર 29 લાખ રૂપિયા

News18 Gujarati
Updated: November 30, 2019, 11:23 AM IST
બે શ્વાનનું ધ્યાન રાખવા માટે કેરટેકર જોઇએ છે, પગાર 29 લાખ રૂપિયા
શ્વાન

શ્વાનનું ધ્યાન રાખનારને અઠવાડિયામાં ખાલી 5 દિવસ કામ કરવું પડશે.

  • Share this:
જો તમને શ્વાનથી પ્રેમ છે. અને તમે તેની દરેક નાની મોટી જરૂરિયાતને સમજી શકો છો તો લંડનના એક કપલની આ જાહેરાત તમારા કામની છે. કેમ કે તે પોતાના શ્વાનનું ધ્યાન રાખવા માટે વર્ષના 40 હજાર ડૉલર એટલે કે 29 લાખ રૂપિયા આપવા તૈયાર છે. લંડનના નાઇટ્સબ્રિઝમાં રહેતા કપલ તેમના બે ગોલ્ડન રિટ્રીવરની દેખભાળ રાખવા માટે કેરટેકર શોધી રહ્યા છે. આ માટે તેમણે જાહેરાત પણ બહાર પાડી છે. વિજ્ઞાપનમાં કેરટેકરની અંદર શું ખૂબીઓ હોવી જોઇએ તે વિષે પણ જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે લંડનના કપલ મોટાભાગે પોતાના કામમાં વ્યસ્ત રહે છે. અને ઘરની બહાર રહે છે. જેના કારણે તેમના શ્વાન (મિલો અને ઑસ્કાર) ની સારી દેખભાળ માટે તે સમય નથી આપી શકતા. કપલે વિજ્ઞાપનમાં કહ્યું છે કે કોઇ પણ આ શ્વાનનું ધ્યાન રાખવા માંગે છે તો તેમને અઠવાડિયામાં ખાલી 5 દિવસ કામ કરવું પડશે. સાથે જ તમને રહેવાની વ્યવસ્થા પણ મળશે. શ્વાન રિક્રૂટમેન્ટ સર્વિસે આપેલા વિજ્ઞાપનમાં આ તમામ વાતોનો ઉલ્લેખ છે.વિજ્ઞાપન મુજબ કેરટેકર મહેનતી અને કૂતરાથી પ્રેમ કરે તેવો વ્યક્તિ હોવો જોઇએ.

તેની પાસે બ્રિટનમાં કામ કરવાના અધિકાર હોવા જોઇએ. સાથે જ તે ફિટ અને હેલ્થી હોવો જોઇએ. વધુમાં જો કામની વાત કરીએ તો કેરટેકરને મિલો અને ઑસ્કરને સવાર સાંજ ફરવા લઇ જવા પડશે. સાથે જ શ્વાનની કસરતની જવાબદારી તેમની રહેશે. સાથે ઘરની જરૂરિયાતનો સામન લાવાની જવાબદારી પણ કેરટેકરની રહેશે. તો જો તમારી પણ ઇચ્છા હોય તો તમે એપ્લાય કરી શકો છો.
First published: November 30, 2019
વધુ વાંચો
अगली ख़बर