Home /News /eye-catcher /ગુપ્ત જગ્યાએ સોનું છુપાવીને મહિલાઓ કરતી હતી દાણચોરી, કસ્ટમ વિભાગે જુઓ કેવી રીતે ઝડપી

ગુપ્ત જગ્યાએ સોનું છુપાવીને મહિલાઓ કરતી હતી દાણચોરી, કસ્ટમ વિભાગે જુઓ કેવી રીતે ઝડપી

મહિલાઓએ અંત:વ્સ્ત્રોમાં છુપાવ્યું સોનું!

Gold smuggling Women: હૈદરાબાદ કસ્ટમ વિભાગની મહિલાઓએ અંત:વસ્ત્રોમાં સોનું છુપાવી દાણચોરી કરતી મહિલાઓને ઝડપી પાડી હતી.

હૈદરાબાદ: કસ્ટમ વિભાગે સોનાની તસ્કરીનાં આરોપમાં 3 મહિલા યાત્રીઓની ધરપકડ હૈદરાબાદ એરપોર્ટ ખાતેથી કરી હતી. આ ત્રણેય દુબઈથી આવ્યા હતા અને પોતાની સાથે મોટી માત્રામાં સોનું પોતાનાં અંત:વસ્ત્રોમાં છુપાવી લાવ્યા હતા. મહિલાઓએ પોતાનાં અંત:વસ્ત્રોમાં અને હેર બેન્ડમાં પણ સોનું છુપાવી દીધું હતું. જો કે કસ્ટમ અધિકારીઓની આંખોથી તેઓ બચી શક્યા નહોતા. જપ્ત કરાયેલ સોનાનું વજન 3283 ગ્રામ છે અને તેની કિમ્મ્ત આશરે 1 કરોડ 72 લાખ જેટલી હોવાનો અંદાજ છે.

આ સિવાય હૈદરાબાદ કસ્ટમ વિભાગે કુવૈતથી આવેલા 2 પુરુષ યાત્રીઓની પણ ધરપકડ કરી છે જે વિમાન નંબર J9-403 થી બે સોનાના છડા, બટન અને તેઓના ચેક ઇન બેગેજની અંદર પણ સોનું છુપાવીને લાવી રહ્યા હતા. આ જપ્ત કરાયેલ સોનાનું કુલ વજન 855 ગ્રામ છે. હૈદરાબાદ કસ્ટમ વિભાગને એરપોર્ટ પર સતત સ્મગ્લિંગનો માલ દુબઈથી આવી રહ્યો હોવાની ફરિયાદ મળતી હતી. ત્યાર બાદ કસ્ટમ વિભાગે કડકાઇ રાખી હતી અને કરોડોનું સોનું ચાંદી જપ્ત કર્યું હતું.

આ પણ વાંચો: કસ્ટમ વિભાગે મુંબઈના એરપોર્ટ પરથી 6 કરોડનું સોનું જપ્ત કર્યું, મૂળ સુદાનના 6 વ્યક્તિઓની ધરપકડ

મળતી માહિતી અનુસાર દુબઈની ફ્લાઇટથી એક મહિલા પેસેંજર આવી હતી. તેને રોકવામાં આવી હતી. જેણે પોતાનાં હેર બેન્ડ અને ડ્રેસના કેટલાક ભાગમાં 234 ગ્રામ સોનું છુપાવીને રાખ્યું હતું. તપાસ બાદ એક પછી એક ત્રણ મહિલા યાત્રીઓ પાસેથી સોનું મળી આવ્યું હતું જેના અંત:વસ્ત્રોમાં પણ સોનું છુપાવવામાં આવ્યું હતું.

અગાઉ સપ્ટેમ્બર માહિનામાં  મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે મોટી કાર્યવાહી કરી હતી. કસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ લગભગ 12 કિલોગ્રામ ગોલ્ડને જપ્ત કર્યું હતું. જપ્ત કરવામાં આવેલા ગોલ્ડની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા હતી. કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ એક ખાસ રીતે બનાવવામાં આવેલા બેલ્ટની અંદર છુપાવીને વિદેશમાંથી આ ગોલ્ડને લાવવામાં આવ્યું હતું.



6 આરોપીઓની પૂછપરછ ચાલુ

મૂળ સુદાનના રહેવાસી એવા 6 ઓરપીઓની ધરપકડ કરીને તેમની એરપોર્ટ પર પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઈમાં આ ગોલ્ડ તસ્કરો કોના-કોના સંપર્કમાં હતા, તે અંગે હાલ પૂછપરછ ચાલી હતી.
First published:

Tags: Airports, Gold Smuggling, Hyderabad, Smuggling

विज्ञापन