ઉનાઃ કોરોના મહામારી (COVID-19 Pandemic)થી એક બાજુ જ્યાં સમગ્ર દુનિયા ચિંતામાં છે, તો બીજી બાજુ કોવિડ કેર સેન્ટર (COVID Care Centre)થી અનેકવાર કોરોના સંક્રમિત દર્દીઓના નાચવા-ગાવાના વીડિયો સોશિયલ મીડીયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ઉનાથી આવો જે એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. વીડીયો ઉના જિલ્લાના ઉપમંડલ હરોલીનો હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં પીપીઈ કિટ પહેરેલા એક સ્વાસ્થ્યકર્મીની સાથે કેટલાક કોરોના દર્દી એક પંજાબી પોપ્યૂલર ટ્રેક પર જોરદાર ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે.
લગભગ સવા મિનિટના આ વીડિયોમાં તમામ કોરોના સંક્રમિત મહિલાઓ છે, જે એક પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. વાયરલ વીડિયોમાં તમામ મહિલાઓ પોતપોતાના રૂમથી બહાર આવીને ગેલેરીમાં નાચી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ કોરોના સંક્રમિતો દ્વારા આનંદની ક્ષણો માણવાના આ વીડિયોની તમામ સ્થળે ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે, આ પહેલા હિમાચલ પ્રદેશના સોલન અને ચંબા જિલ્લામાં પણ કોરોના સંક્રમિતોના નાચવાના વીડીયો વાયરો થઈ ચૂક્યા છે.
જુઓ વાયરલ વીડિયો
આ પણ વાંચો, Sushant Case Update: સુશાંતના મૃતદેહને લેવા કેમ બે એમ્બ્યૂલન્સ પહોંચી હતી? સામે આવ્યું સત્ય
આ પણ વાંચો, PM મોદીએ શૅર કર્યો મોઢેરા સૂર્ય મંદિરનો આહલાદક વીડિયો, કહ્યું- વરસાદનું શાનદાર દૃશ્ય
કોરોનાએ 45 વર્ષની મહિલાનો લીધો ભોગ
મળતી જાણકારી મુજબ, હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસથી કાંગડાના પાલમપુર નિવાસી એક મહિલાનું મોત થયું છે. 45 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદ કાંગડાના ટાંડા મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતી. તે 24 ઓગસ્ટે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ પહેલાથી જ મહિલા ટાંડામાં સર્જરી માટે એડમિટ હતી. હવે મહિલાનું મોત થયું છે.
Published by:Mrunal Bhojak
First published:August 27, 2020, 08:14 am