Home /News /eye-catcher /ચમત્કાર! પુણેમાં 76 વર્ષની મૃત કોરોના પોઝિટિવ મહિલા અંતિમ સંસ્કાર વખતે જ થઈ જીવતી અને રડવા લાગી

ચમત્કાર! પુણેમાં 76 વર્ષની મૃત કોરોના પોઝિટિવ મહિલા અંતિમ સંસ્કાર વખતે જ થઈ જીવતી અને રડવા લાગી

પ્રતિકાત્મક તસવીર

મૃતક મહિલાને ગામના સ્મશાનમાં જ લઈ જવામાં આવી અને તેના પરિવારજનો મહિલાના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. દેહ સંસ્કારની એકદમ પહેલા મહિલાએ તેની આંખો ખોલી અને તે રડવા લાગી.

પુણેઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની (corona second wave) ખૂબ જ ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં મહારાષ્ટ્ર (Maharasthra) સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાંથી એક છે. સમયસર લોકડાઉન (lockdown) અને કડક પ્રતિબંધોને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો થયો છે. શુક્રવારે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને શનિવારે કોરોનાના 34,848 કેસ સામે આવ્યા છે. તેમજ કોરોનાને કારણે શનિવારે 960 લોકોના મોત થયા છે, જે શુક્રવાર કરતા વધુ છે. મહારાષ્ટ્ર રાજ્યએ કોવિડ-19 સામે તેની લડાઈ ચાલુ રાખી છે, પરંતુ બારામતી તાલુકામાં એક અજબ ઘટના (OMG story) સામે આવી છે.

બારામતી તાલુકાના મુઘલ ગામમાં 78 વર્ષની કોવિડ પોઝિટિવ મહિલાનો અંતિમ સંસ્કારની થોડીક મિનિટ પહેલા જીવ પાછો આવ્યો છે. આ દરમિયાન પરિવાર તેમના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો. રિપોર્ટસ અનુસાર તે મહિલાનું નામ શકુંતલા ગાયકવાડ છે, બે દિવસ પહેલા તેમનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હતો અને તે હોમ આઈસોલેટ હતા. ઉંમર વધુ હોવાના કારણે મહિલામાં ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા હતા. જેથી 10 મેના રોજ પરિવારજનો મહિલાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારજનો હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરતા હતા અને તે દરમિયાન મહિલા એમ્બ્યુલન્સમાં જ બેભાન થઈ ગઈ હતી.

એમ્બ્યુલન્સ સ્ટાફે કહ્યું કે મહિલા મૃત્યુ પામી છે અને પરિવારજનોએ તેમના સ્વજનોને પણ આ વાતની જાણકારી આપી હતી. મૃતક મહિલાને ગામમાં લઈ જવામાં આવી અને તેના પરિવારજનો મહિલાના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. દેહ સંસ્કારની એકદમ પહેલા મહિલાએ તેની આંખો ખોલી અને તે રડવા લાગી. સિલ્વર જ્યુબિલી હોસ્પિટલના ફાઉન્ડર ડૉ. સદાનંદ કાલેએ જણાવ્યું કે ત્યારબાદ મહિલાને તાત્કાલિક બારામતીની સિલ્વર જ્યુબિલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને તેની સારવાર શરૂ કરાઈ હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

આ ઘટનાની પુષ્ટી સ્વાસ્થ્ય ગ્રામીણ અધિકારી સોમનાથ લાંદેએ કરી છે. કોરોનાની પરિસ્થિતિમાં એક અન્ય ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેના નિવાસસ્થાન પર માતા અને ભાઈના શબ સાથે બે દિવસ વિતાવ્યા, મહિલાને લાગતું હતું કે તેઓ સૂઈ રહ્યા છે.

આ  પણ વાંચોઃ-કોરોનાનો કાળો કહેર! રાજકોટઃ મહેતા પરિવારનો માળો પીંખાયો, એક પરિવારના 6 સભ્યોને ભરખી ગયો કાળમુખો

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ ઘટના બુધવારે સામે આવી હતી. BEML નિવાસી પ્રવીણે સ્થાનિક પોલીસને બપોરે 2 વાગ્યે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે તેના મકાન માલિકના ઘરમાંથી ખૂબ જ ખરાબ વાસ આવી રહી છે. પ્રવીણે પોલીસને ફોન કરતા પોલીસ પીડિતાના ઘરે પહોંચી હતી. દરવાજો તોડતા પોલીસે બે શબ કબ્જે કર્યા, જેમાંથી એક શબ આધેડ ઉંમરના માણસનું હતું અને એક શબ વૃદ્ધ મહિલાનું હતું.

47 વર્ષની શ્રીલક્ષી નામની મહિલા પણ હતી, જેણે પોતે મૃતકની દીકરી અને બહેન હોવાની ઓળખાણ આપી હતી. શબ કબ્જે કર્યા બાદ બંને શબને પોસ્ટમોર્ટમ માટે વિક્ટોરિયા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, Pune

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन