મુંબઈઃ ભારત (India)માં 21 દિવસનું લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. લૉકડાઉન દરમિયાન પણ અનેક લોકો રસ્તાઓ પર કામ વગર ફરી રહ્યા છે. સરકારે કોઈ યોગ્ય કારણ વગર ફરતાં આવા લોકો સામે કડક કાર્યવાહી માટે પોલીસ (Police)ને નિર્દેશ આપ્યા છે. એવામાં પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ પર પોલીસ અજબ-ગજબ રીતો અપનાવી રહી છે. પહેલા પોલીસના લાઠીચાર્જના વીડિયો વાયરલ (Viral Video) થયા હતા. હવે પોલીસ લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓની આરતી કરી રહી છે. જેનાથી લોકો શરમમાં મૂકાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા બે યુવકોની આરતી કરી રહી છે. તેને જોઈને યુવકોને શરમ આવતાં હાથ જોડી લે છે. પોલીસે લોકો ઘરમાં જ રહે તેના માટે નવી-નવી યુક્તિઓ શોધી કાઢી છે. તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સરકારે પોલીસને ઉલ્લંઘન કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચો, Flying Hospitalની અંદરની તસવીરો, જેણે કોરોનાના દર્દીઓને ફ્રાન્સ અને ઈટલીથી સુરક્ષિત એરલિફ્ટ કર્યા
આ વીડિયોને સપના મદન નામના ટ્વિટર યૂઝરે શૅર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લગભગ 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથોસાથ હજારથી પણ વધુ લાઇક્સ અને 300થી વધુ રિ-ટ્વિટ કરવામાં આવી ચૂક્યો છે.
આ પણ વાંચો, બદલાઈ ગઈ Whatsapp પર Status મૂકવાની પ્રોસેસ, કોરોના વાયરસ કારણભૂત
Published by:Mrunal Bhojak
First published:March 30, 2020, 15:54 pm