72 વર્ષીય દુર્ગા પ્રસાદે લખી ‘કોરોના ચાલીસા’, PM મોદીને પણ મોકલી

News18 Gujarati
Updated: June 11, 2020, 2:00 PM IST
72 વર્ષીય દુર્ગા પ્રસાદે લખી ‘કોરોના ચાલીસા’, PM મોદીને પણ મોકલી
કોરોના ચાલીસામાં સંક્રમણની સ્થિતિ, અફવાના કારણે ઊભી થતી મુશ્કેલી વિશે પણ માર્મિક પ્રસ્તુતી કરવામાં આવી છે

કોરોના ચાલીસામાં સંક્રમણની સ્થિતિ, અફવાના કારણે ઊભી થતી મુશ્કેલી વિશે પણ માર્મિક પ્રસ્તુતી કરવામાં આવી છે

  • Share this:
વિકાસ કુમાર, રાંચીઃ દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. એવામાં સમગ્ર દેશ કોરોના (Coronavirus)ના ખાત્માની લડાઈમાં લાગી ગયા છે. સામાન્ય હોય કે ખાસ, તમામ લોકો પોતપોતાની રીતે આ યુદ્ધમાં જવાબદારી નિભાવી રહ્યા છે. કોરોના કાળમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન અનેક લોકો રચનાત્મક ચીજો પણ કરી રહ્યા છે. આવું જ એક કામ ઝારખંડના દુર્ગા પ્રસાદે કોરોના ચાલીસા (Corona Chalisa) લખી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

72 વર્ષની ઉંમરે દિવસ-રાત મહેનત કરી પોતાની નૈસર્ગિક કળા મ્યૂરલ આર્ટને કલ્પનાના રંગ આપવામાં જોતરાયેલા દુર્ગા પ્રસાદે દેશમાં ચાલી રહેલા કોરોના કાળ દરમિયાન કોરોના ચાલીસા લખી છે. જેમાં કોરોના સંક્રમણની સ્થિતિ, અફવાના કારણે મુશ્કેલી, તેનાથી બચવા સાથે જોડાયેલા વિભિન્ન પાસાઓને ખૂબ જ ગર્ભિત રીતે પ્રસ્તુત કર્યા છે. દુર્ગા પ્રસાદે આ કોરોના ચાલીસા સ્પીડ પોસ્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પણ મોકલી છે. અહીં વાંચો, દુર્ગા પ્રસાદે લખેલી કોરોના ચાલીસા...

કોરોના ચાલીસા કી બાતેં

ભારત માતા તૂ રણચંડી બનકર
દિખા દે તૂ અપની ચમત્કાર
લાપરવાહી વાયરસ ઉગ્ર હોકર દિખા રહા હૈ અપના અહંકાર વુહાન દેશની સૂક્ષ્મ લશ્કર દિખા દિયા હૈ લાકડાઉન કર ઘર સંસાર
દેશ વિદેશ ચક્કર લગાકર
દિખા દિયા હૈ મોત કી વિચિત્ર હુકાર
કોરોના તૂ વિજ્ઞાન કી નિશાચર
વિશ્વ મેં તેરા નામ ઉજાગર
સંસાર કી તૂ અજૂબા કહાની
વુહાન દેશ કી વાયરસ પ્રાણી
જગ જાહિર કર તૂ રુલાયા
મૌત કે નીંદ તૂ સુલાયા
અદૃશ્ય સૂક્ષ્મ વાયરસ બનકર
અપના કરિશ્મા દિખાયા ચલકર

આ પણ વાંચો, અફવા સાંભળી મહિલાએ રાખ્યું ‘કોરોના માઇ’નું વ્રત, તબિયત બગડતાં થયું મોત

પોતાના ઘરને મ્યૂઝીયમના રૂપમાં ફેરવવા માંગે છે

નિવૃત્તિની ઉંમરમાં જયાં લોકો જીવનથી થાકીને આરામનું જીવન પસાર કરે છે, પણ દુર્ગા પ્રસાદે આ ઉંમરમાં જીવનમાં નવી ઉડાન ભરી છે. વર્ષ 2008માં નિવૃત્ત 72 વર્ષીય દુર્ગા પ્રસાદ ચૌધરી સિમેન્ટ તથા બાલૂથી કલાકૃતિ નિર્માણના મ્યૂરલ આર્ટ જાણે છે.

તેમની ઈચ્છા છે કે તેઓ પોતાના ઘરને મ્યૂઝીયમના રૂપમાં દેશને સોંપવામાં આવશે. સાથોસાથ પોતાની કળાને નવી પેઢીને સોંપવા માટે એક સ્કૂલ કે કૉલેજના માધ્યમથી તમામને શિક્ષિત કરે. આ ઉપરાંત એક પ્રદર્શની પણ ઊભું કરવા માંગે છે જેને લોકો તેમની કળાને જાણે અને સમજે.

આ પણ વાંચો, Fact Check: શું 15 જૂનથી દેશભરમાં ફરી લૉકડાઉન લાગુ થશે?
First published: June 11, 2020, 1:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading