કોરોના પરાઠા પછી હવે લોકો મન ભરીને ખાઇ રહ્યા છે 'કોરોના કરી' અને માસ્ક નાન

News18 Gujarati
Updated: August 4, 2020, 11:00 AM IST
કોરોના પરાઠા પછી હવે લોકો મન ભરીને ખાઇ રહ્યા છે 'કોરોના કરી' અને માસ્ક નાન
માસ્ક નાન અને કોરોના કરી

અહીં મલાઇ કોફતાની તર્જ પર કોરોના કરી બનાવવામાં આવી છે.

  • Share this:
કોરોના વાયરસ મહામારીથી દેશમાં જ નહીં દુનિયાભરની હોસ્પિટેલિટી સેક્ટર પર ખરાબ અસર થઇ છે. પણ તેમ છતાં આ સેક્ટરમાં જોરદાર ક્રિએટીવીટી પણ જોવા મળી રહી છે. હવે અનેક રેસ્ટોરેંટમાં કોરોના વાયરસની થીમ પર ફૂડ આઇટ્મ (Corona Themed Food items) બનવાની ખબરો આવી રહી છે. કેટલાક દિવસ પહેલા જ મદુરાઇના એક રેસ્ટોરેંટે માસ્ક પરાઠા સ્પેશલ બનાવ્યું હતું. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું. હવે આ જ લિસ્ટમાં જોધપુરના એક રેસ્ટોરેંટ માસ્ક નાન અને કોરોના કરી સર્વ કરવાનું ચાલુ કર્યું છે. જેને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

અંગ્રેજી છાપા ધ ઇન્ડિયન એક્સપ્રેસએ પોતાની એક રિપોર્ટમાં આ મામલે જાણકારી આપી હતી. આ રિપોર્ટમાં રેસ્ટોરેંટના માલિક જણાવ્યું હતું કે અહીં શુદ્ધ શાકાહારી ખાવા વાળી લોકોની સંખ્યા વધારવા માટે રેસ્ટોરેંટ એક એક્સપરિમેન્ટ કર્યું હતું. સાથે જ કોવિડ 19 સંક્રમણ વિષે અમે લોકોમાં જાગૃતતા ફેલવવાનું કામ પણ કરી રહ્યા છીએ.


આ રેસ્ટોરેંટનું નામ 'વેદિક' છે અને તેના માલિક અનિલ કુમારે કહ્યું કે અમે કંઇક રોચક વસ્તુ બનાવાનું વિચાર્યું. જેમાં લોકોની રુચિ સાથે ઉત્સુકતા પણ વધે. સાથે જ લોકો રેસ્ટોંરેંટ સુધી આવવાનું કામ પણ થઇ જાય. આ કોરોના ડિશની ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અને લોકો તેને રોચક કેપ્શન સાથે શેર કરી રહ્યા છે.અહીં મલાઇ કોફતાની તર્જ પર કોરોના કરી બનાવવામાં આવી છે. અને તેની કિંમત પ્રતિ પ્લેટ 220 રૂપિયા છે. કોફ્તાના બોલ્સમાં સ્પાઇક્સ બનાવ્યા છે. જે કોરોના વાયરસના ક્રાઉન જેવું જ દેખાય છે. અને સાથે જ બટર નાનને માસ્કનો આકાર આપવામાં આવ્યો છે. અને આ માસ્ક નાનની કિંમત 40 રૂપિયા છે.રેસ્ટોરેંટના માલિકનું કહેવું છે કે આની પર સામાન્ય લોકોના પોઝિટિવ રિસ્પોન્સ આવ્યા છે. અને અનેક લોકો આ નવા કોમ્બો વિષે પુછી રહ્યા છે. વળી તેમના રેસ્ટોરેંટમાં લોકોની સંખ્યામાં પણ આ ખાવા માટે સારી એવી આવવા લાગી છે.

બીજી તરફ મુદુરાઇના એક રેસ્ટોરેંટના માસ્ક પરોઠા અને કોરોના ઢોસા પણ લોકોની વચ્ચે ખૂબ પોપ્યુલર થયા હતા.
Published by: Chaitali Shukla
First published: August 4, 2020, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading