આગ્રાઃ મંગળવારે રાત્રે અહીં એક જીવતા કૂતરા ઉપર જ ડામરનો રસ્તો બનાવી દેવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે શરીર પર ડામર પાથરી દેવામાં આવ્યા બાદ કૂતરો ઘણા લાંબા સમય સુધી પીડાથી ભસતો રહ્યો હતો, પરંતુ રસ્તો બનાવી રહેલા કામદારોએ એ તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું અને રસ્તો બનાવવાનું કામ ચાલુ જ રાખ્યું હતું. આ અંગે એક કાર્યકરે કન્ટ્રક્શન કંપની સામે ફરિયાદ નોંધાવી છે.
એક રિપોર્ટ એવો પણ આવ્યો હતો કે કામદારો રાત્રે કામ કરી રહ્યો હોવાથી તેમને રસ્તાની બાજુમાં કૂતરો હોવાનું ધ્યાનમાં આવ્યું ન હતું.
આગ્રાના રાઇટ-વિંગ કાર્યકર ગોંવિંદ પરાશરે દાવો કર્યો હતો કે તેમણે કૂતરાને રસ્તામાં પગ દબાઈ ગયેલી હાલતમાં જોયો હતો. તે દર્દથી કણસી રહ્યો હતો. બાદમાં તેનું મોત થઈ ગયું હતું.
યોગ્ય દફનવિધિ માટે લોકોએ કૂતરાનું બોડી બહાર કાઢ્યું હતું
તેણે વધુમાં જણાવ્યું હતું કે, "મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. કૂતરાને યોગ્ય રીતે દફનાવી શકાય તે માટે અમે બાદમાં રસ્તો તોડીને તેનું બોડી બહાર કાઢ્યું હતું. રસ્તાનું કામકાજ કરી રહેલી કંપનીને પણ શીખ મળે તે માટે મેં તેની સામે ફરિયાદ દાખલ કરી છે."
બનાવ ધ્યાનમાં આવ્યા બાદ ઘટનાસ્થળે અનેક લોકો એકઠા થઈ ગયા હતા અને રોડ બનાવી રહેલી કંપનીની મશીનરી જપ્ત કરી લીધી હતી. આ અંગે પીડબ્લ્યૂડી વિભાગે જણાવ્યું હતું કે કંસ્ટ્રક્શન કંપની આરપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને નોટિસ પાઠવવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર