‘કોન્ડોમ કિંગ’ ના નામથી પ્રખ્યાત છે આ વ્યક્તિ, મફતમાં લોકોને વહેંચે છે નિરોધ!

‘કોન્ડોમ કિંગ’ના નામથી પ્રખ્યાત છે આ વ્યક્તિ (તસવીર- Twitter/@Infotrustng)

Condom King of Africa: કેન્યામાં રહેતો સ્ટેનલી ગારા (Stanley Ngara) કિંગના નામથી પ્રખ્યાત છે. એક એવો કિંગ છે જે પોતાના પ્રજાને કોન્ડોમ વહેંચે છે

 • Share this:
  Condom King of Africa: દુનિયામાં વધી રહેલા વસ્તીવધારાને જોતા જનસંખ્યા નિયંત્રણ (population control) સાથે જોડાયેલા પગલા ભરવા દરેક દેશ માટે જરૂરી બની રહ્યા છે. વસ્તીવધારાને કાબુ ના કરી શકવાનું કારણ લોકોની અંદર જાગરુકતાની કમી અને નિરોધને લઇને અજ્ઞાનતા છે. નેશનલ હેલ્થ સ્ટેટિસ્ટિકના એક રિપોર્ટ પ્રમાણે 2011થી 2015 સુધી 15થી 44 વર્ષના પુરુષોમાં ફક્ત 33.7 ટકા જ કોન્ડોમનો ઉપયોગ કરે છે. આવામાં કોન્ડોમને લઇને હજુ પણ લોકોમાં હિચકિચાટ છે. જોકે કેન્યાનો એક વ્યક્તિ લોકોમાં કોન્ડોમને લઇને શરમ અને હિચકને દૂર (Kenya Man Awarness for Condoms)કરવા માટે કામ કરી રહ્યો છે.

  કેન્યામાં રહેતો સ્ટેનલી ગારા (Stanley Ngara) કિંગના નામથી પ્રખ્યાત છે. એક એવો કિંગ છે જે પોતાના પ્રજાને કોન્ડોમ વહેંચે છે. સ્ટેનલી આખા આફ્રિકામાં એકમાત્ર વ્યક્તિ છે જે કોન્ડોમ કિંગના (Condom king of Kenya)નામથી પ્રખ્યાત છે. નૈરોબીની ગલીઓમાં ફરતા દરેક જરૂરિયાત લોકોને નિરોધ વહેંચે છે. સવાલ એ થાય છે કે તે બધાને નિરોધ કેમ વહેંચે છે?

  આ પણ વાંચો - બાથરૂમમાં ગીઝરથી કરંટ લાગતા ભાજપા ધારાસભ્યની પુત્રવધુનું મોત, 4 વર્ષનો છે પુત્ર

  આફ્રિકામાં ફેલાવી રહ્યો છે નિરોધ માટે જાગરુકતા

  સ્ટેનલીનું કહેવું છે કે તે આફ્રિકાના લોકોમાં નિરોધને લઇને જાગરુકતા ફેલાવવા માંગે છે. આફ્રિકામાં દર વર્ષે લાખો લોકો એચઆઈવી બીમારીનો શિકાર થાય છે. જેના કારણે ઘણા લોકોના મોત થાય છે. સ્ટેનલી સાથે પણ એક એવી ઘટના બની હતી જે પછી તેણે નેક કાર્ય કરવાનો નિર્ણય કર્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે ઘણા વર્ષો પહેલા તેના એક ખાસ મિત્રનું એચઆઈવીના કારણે મોત થયું હતું. ત્યારથી તે રાજાની જેમ તૈયાર થાય છે અને લોકોને મફતમાં નિરોધ વહેંચે છે.

  આ પણ વાંચો - અહીં લોકોને કચરો ઉઠાવવા માટે મળે છે પૈસા, બેગ ભરી ભરીને લોકો કરે છે કચરો એકત્રિત

  લોકોને યૌન સંબંધો માટે કરે છે જાગૃત

  સ્ટેનલી ફક્ત કોન્ડોમ વહેંચવાનું જ કામ કરતો નથી. લોકોને જાગૃત કરવાનું પણ કામ કરે છે. તે કેન્યાની ગરીબ વસ્તીમાં લોકોને નિરોધ માટે જાગૃત કરે છે અને સાથે એચઆઈવી બીમારી વિશે લોકોને જણાવે છે. એબોર્શનની મુશ્કેલી વિશે પણ સમજાવે છે. તેનું કહેવું છે કે લોકોને આ વાત એટલા માટે જણાવે છે કે કારણ કે શરમના કારણે શિક્ષકો અને પરિવારના લોકો આ વિશે વાત કરતા નથી.
  Published by:Ashish Goyal
  First published: