વિશ્વનો સૌથી ભીષણ રેલવે ટ્રેક, જોઇને ઉડી જશે હોશ

News18 Gujarati
Updated: April 26, 2018, 12:58 PM IST
વિશ્વનો સૌથી ભીષણ રેલવે ટ્રેક, જોઇને ઉડી જશે હોશ

  • Share this:
નવી દિલ્હી: અનેક વખત જોવા મળે છે કે મોટા ભાગના લોકો બસમાં મુસાફરી કરવાને બદલે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ટ્રેનમાં સમય અને પૈસા બન્ને બચે છે. આપણે પણ ટ્રેનમાં મુસાફરી જરૂર કરી છે. રેલવે સ્ટેશનની વાત કરીએ તો ઘણા એવા સ્ટેશન જે વ્યસ્ત રહે છે. પરંતુ શું તમને ખબર છે કે વિશ્વનું સૌથી વ્યસ્ત રેલ નેટવર્ક ક્યુ છે, અને તે ક્યાં છે! કદાચ ખૂબ ઓછા લોકો જ આ
વાતને જાણતા હશે.

જર્મનીના ફ્રાન્કફર્ટમાં વિશ્વની સૌથી અદભૂત અને રસપ્રદ રેલવે લાઇનની જાળ બિછાયેલી છે. જેને જોઈને કોઇપણ આશ્ચર્યચકિત થઇ જાય છે. તેની એક અનોખી વિશેષતા એ પણ છે કે આટલુ મજબુત રેલવે નેટવર્ક હોવા છતા આજ સુધી કોઈ પણ અકસ્માત વિશે સાંભળ્યું નથી. અહીં કોઈ પણ પ્રકારની અનહોની ઘટના ઘટી નથી.અહીં તમામ સિંગ્નલ સંપૂર્ણ સ્વયંસંચાલિત અને નવી ટેકનોલોજી સાથે જોડાયેલ છે. અને અહીં ઝડપી ગતિની બુલેટ ટ્રેન માટે રેલવે ક્રોસિંગ અથવા ફાટકની કોઈ જરૂર નથી. આટલું સારૂ અને ઝડપી રેલ નેટવર્ક બનવાને કારણે ફ્રેન્કફર્ટના લોકો રેલમાં જ મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે.
First published: April 26, 2018, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading