Home /News /eye-catcher /White Bread: બ્રેડમાં રહેલી બ્રાઉન કોર્નર લોકોને પસંદ નથી, બનાવવામાં આવી આખી વ્હાઇટ બ્રેડ

White Bread: બ્રેડમાં રહેલી બ્રાઉન કોર્નર લોકોને પસંદ નથી, બનાવવામાં આવી આખી વ્હાઇટ બ્રેડ

જાપાનના ટોક્યોમાં સ્થિત ઈમ્પીરીયલ હોટલ કંપનીના શેફ સુગીમોટો અને તેમની ટીમે 6 મહિનાની મહેનત અને સંશોધન બાદ સફેદ કોર્નર સાથે બ્રેડ બનાવી છે.

White Bread: જાપાનના ટોક્યો સ્થિત ઈમ્પીરીયલ હોટેલ કંપનીના શેફ સુગીમોટો અને તેમની ટીમે 6 મહિનાની મહેનત અને સંશોધન બાદ સફેદ કોર્નરની બ્રેડ બનાવી છે. લોકો સામાન્ય રીતે બ્રાઉન કોર્નર કાઢીને ખાતા હોય છે અને અન્નનો બગાડ થઈ રહ્યો છે.

    White Bread: જ્યારે લોકો બાળપણથી બ્રેડ ખાય છે, ત્યારે તેઓ તેનો બ્રાઉન કોર્નર એટલે કે તેનું બહારની બાજુનું પડ કાઢી નાખે છે. બાળકો તેને અલગ કરે છે અને સફેદ ભાગ ખાય છે કારણ કે તે વધુ નરમ હોય છે, જ્યારે સેન્ડવીચ બનાવવા માટે પણ આ પડને અલગ કરવામાં આવે છે અને માત્ર સફેદ ભાગનો ઉપયોગ કરીને સેન્ડવીચ બનાવવામાં આવે છે. પરંતુ આ બગાડથી બચવા માટે એક હોટેલ કંપનીએ અનોખી શોધ કરી છે. કંપનીએ એવી બ્રેડ બનાવી છે જેમાં કોઈ આ બ્રાઉન કલરનું  પડજ નથી. તમને આ વાત જાણીને કદાચ નવાઈ લાગશે. આવો જાણીએ કે હકીકતમાં શું કરવામાં આવ્યું છે.

    ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટના અહેવાલ મુજબ, જાપાનના ટોક્યોમાં સ્થિત ઈમ્પીરીયલ હોટલ કંપનીના શેફ સુગીમોટો અને તેમની ટીમે 6 મહિનાની મહેનત અને સંશોધન બાદ સફેદ કોર્નર સાથે બ્રેડ બનાવી છે. એટલે કે આ બ્રેડની કોર્નર સફેદ હોય છે. જ્યારે તમે બ્રાઉન ક્રસ્ટ બ્રેડને જોશો ત્યારે તમને લાગશે કે તેમાં કોઈ પડ નથી. જાપાનમાં શોકુપાન નામની દૂધની બ્રેડ મળે છે, જેનો સફેદ ભાગ નરમ હોય છે, તેની સાથે ભૂરા રંગનો ભાગ પણ ખૂબ જ નરમ હોય છે, પરંતુ વર્ષોથી ચાલી આવતી આ પડ વિશેની માન્યતા લોકોના મનમાં હજુ પણ છે. આ કારણે, લોકો આ નરમ પડને પણ કાપીને અલગ કરે છે, જેના કારણે ખોરાકનો ઘણો બગાડ થાય છે.

    આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા નવી જાતના છોડ, એક જ છોડમાં ઉગશે બટેટા-ટામેટા, મરચા-રીંગણ

    કંપનીએ સફેદ કોર્નરની બ્રેડ બનાવી


    ઈમ્પિરિયલ હોટેલ કંપનીએ બ્રેડ બનાવવાની પદ્ધતિ વિશે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓએ કહ્યું કે શોકુપાન બ્રેડની તુલનામાં આ બ્રેડને ધીમી આંચ પર લાંબા સમય સુધી શેકવામાં આવે છે. તે પછી, તેનો સંપૂર્ણ રંગ સફેદ થઈ ગયો અને આ બ્રેડ સામાન્ય બ્રેડની તુલનામાં થોડી ભીની છે. આ હોટેલ કંપનીની શરૂઆત 1890માં થઈ હતી અને ત્યારથી તેઓ તેમના ગ્રાહકોને પડ વગર દૂધની બ્રેડ પીરસે છે. પરંતુ 1 ઓક્ટોબરથી કંપની નવી વ્હાઇટ ક્રસ્ટ બ્રેડ સર્વ કરશે.

    સફેદ કોર્નરની બ્રેડ બનાવવાનું કારણ શું છે?


    કંપનીએ કહ્યું કે બ્રેડની કોર્નરને સફેદ કરવાનું એકમાત્ર કારણ એ છે કે તેનાથી ખોરાકનો બગાડ થશે નહીં. પહેલા લોકો તેને કાપીને અલગ કરતા હતા, પરંતુ આ બ્રેડ આવ્યા બાદ લોકો આખી બ્રેડ ખાઈ શકશે અને ખાવાનો બગાડ થશે નહીં. કંપનીએ કહ્યું કે જો કે આ બ્રેડ ગ્રાહકોને હોટલમાં જ પીરસવામાં આવશે, પરંતુ લોકો આ બ્રેડને જાપાનની Gargantua Delicatessen નામની પ્રખ્યાત બેકરીની દુકાનમાંથી પણ ખરીદી શકે છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Ajab gajab news, Fast food, Recipes, ખોરાક

    विज्ञापन
    विज्ञापन