Home /News /eye-catcher /

ભગવાન શ્રી રામ વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ, સોમવારે યોજાશે સુનવણી

ભગવાન શ્રી રામ વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ, સોમવારે યોજાશે સુનવણી

બિહાર# સીતામઢી કોર્ટમાં ભગવાન શ્રી રામ પર કેસ નોંધાયો છે. આ મામલામાં કોર્ટે સુનવણીની તારીખ સોમવારના રોજ નક્કી કરી છે. એવામાં કોર્ટ દ્વારા કેસને સ્વીકારી લેવામાં આવે છે તો, ભગવાન શ્રી રામને કોર્ટમાં હાજર થવું પડશે.

  • News18
  • Last Updated :
બિહાર# સીતામઢી કોર્ટમાં ભગવાન શ્રી રામ પર કેસ નોંધાયો છે. આ મામલામાં કોર્ટે સુનવણીની તારીખ સોમવારના રોજ નક્કી કરી છે. એવામાં કોર્ટ દ્વારા કેસને સ્વીકારી લેવામાં આવે છે તો, ભગવાન શ્રી રામને કોર્ટમાં હાજર થવું પડશે.

સીતામઢીના એક વકીલ ઠાકૂર ચંદન સિંહે શનિવારના રોજ કોર્ટમાં ભગવાન રામ અને તેમના ભાઇ લક્ષ્મણને આરોપી દર્શાવતા કેસ દાખલ કર્યો છે, જેમાં ભગવાન રામ પર માતા સીતાને એક ધોબીના કહેવા પર અસ્વીકાર કરવાની વાતનો ઉલ્લેખ કર્યો છે અને ભગવાન રામને આ કાર્યમાં તેમના ભાઇ લક્ષ્મણને પણ શામેલ દર્શાવાયા છે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલ કેસમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન રામના આદેશનું પાલન લક્ષ્મણે કર્યું છે અને તેણે માતા સીતાને ભગવાન રામના કહેવાથી રાજ્ય બહાર જંગલમાં જઇને છોડી આવ્યા હતા.

ફરિયાદીની અરજી પર કોર્ટે પોતાની સુનવણી સોમવારે રાખી છે, જેમાં એ નિર્ણય લેવામાં આવશે કે, કોર્ટ કેસનો સ્વીકાર કરે છે કે, પછી અરજી ફગાવે છે.

જોકે, કાયદાના જાણકારોનું માનવું છે કે, આ મામલામાં એવા કોઇ તથ્યો નથી, જેનાં પર કોર્ટ પોતાની સહમતિ આપે. બીજી તરફ સામાજિક કાર્યકર્તાઓ આને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પેતરો ગણાવી રહ્યાં છે.

કોર્ટમાં અરજદાર વકીલે આરોપ લગાવ્યો છે કે, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામે મિથિલાની પુત્રીનો ન માત્ર અપમાન કર્યું છે બલકે તથ્યોની તપાસ કર્યા વગર માતા સીતા પર લગાવવામાં આવેલ આરોપ પર વિશ્વાસ કરતા સીતા માતાને સજા આપી હતી.

મર્યાદા પુરૂષોત્તમ રામ અને માતા સીતાના લગ્ન સીતામઢી નજીક નેપાલના જનકપુરધામમાં સંપન્ન થયા હતા. ધાર્મિક માન્યતાઓના અનુસાર માતા સીતાનો સીતામઢીના આ પવિત્ર સ્થળ પર જન્મ થયો હતો.

માન્યતા છે કે, જ્યારે આ વિસ્તારમાં દુકાળની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી, ત્યારે મિથિલાના રાજા જનકે સીતામઢીમાં હળ ચાલાવ્યું હતુ અને ધરતીના ગર્ભ માંથી માતા સીતાનો જન્મ થયો હતો. સીતામઢી અને પાડોશી દેશ નેપાળમાં રામાયણ કાળથી જોડાયેલા ડઝનો જેટલા પૌરાણિક સ્થળ છે. કદાચ એજ કારણ હશે કે, માતા સીતાને મિથિલાની દિકરી પણ કહેવાય છે.
First published:

Tags: કેસ દાખલ, કોર્ટ, બિહાર, ભગવાન, વિરૂદ્ધ, શ્રી રામ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन