OMG! પગારમાં પૈસા નહીં 'સોનુ' ઓફર કરી રહી છે કંપની, જાણો તેની પાછળનું કારણ
OMG! પગારમાં પૈસા નહીં 'સોનુ' ઓફર કરી રહી છે કંપની, જાણો તેની પાછળનું કારણ
સોનામાં મળશે પગાર
Company Offering Gold To Employee : પગાર તરીકે કંપની તેનાં કર્મચારીઓને કેશની જગ્યાએ સોનુ આપી રહી છે. આ સાંભળીને આપને જુના જમાનાની સુવર્ણ મુદ્રાઓ યાદ આવશે
અજબ ગજબ ડેસ્ક: દરેક કંપનીની પોતાની પોલિસી હોય છે તે કોઇને કોઇ રીતે તેમનાં કર્મચારીઓનું ધ્યાન રાખે છે. કોઇ તેમને સેલરીની સાથે બોનસ, રજાઓની ઓફર આપે છે કે પછી ફૂડ અને માર્કેટિંગ કૂપન્સ આપે છે. તો કેટલીંક કંપનીઓ એવી પણ છે જે તેમનાં લગ્નની જવાબદારી ઉઠાવે છે. હાલમાં જ ઇંગ્લેન્ડની એક કંપની તેની પોલીસને કારણે ચર્ચામાં છએ, તે તેનાં કર્મચારીઓને સેલરી રોકડની જગ્યાએ સોનામાં (Company Giving Gold To Employee) આપી રહી છે.
'ટેલિમની' નામની કંપની પોતાના કર્મચારીઓની અલગ રીતે કાળજી લઈ રહી છે. તે તેને રોકડ પગારને બદલે 'ગોલ્ડ' ઓફર કરી રહી છે. કંપનીના CEO કેમરૂન પેરીની આ પાછળ તેમની પોતાની વિચારસરણી છે, જેને તેઓ કર્મચારીઓની દ્રષ્ટિએ પરફેક્ટ માને છે. તમને જણાવી દઈએ કે તેમની વિચારસરણી વિચિત્ર નથી, પરંતુ કર્મચારીઓના ભવિષ્યના સંદર્ભમાં તે ખૂબ જ ફાયદાકારક છે, જેની સોશિયલ મીડિયા પર પણ પ્રશંસા થઈ રહી છે.
રોકડ માટે ગોલ્ડ પોલિસી ટ્રાયલ પર છે
લંડનના CityAM.comના અહેવાલ અનુસાર, ઈંગ્લેન્ડની 'ટેલિમોની' કંપની નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. હવે કર્મચારીઓના વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તે તેમને પગારના બદલામાં સોનું લેવાની ઓફર કરી રહી છે. હાલમાં કંપનીમાં સિનિયર પોસ્ટ પર હાજર માત્ર 20 લોકોને જ આ પોલિસીનો લાભ આપવામાં આવ્યો છે. જો આ સિસ્ટમમાં કર્મચારીઓને ફાયદો જોવા મળે છે, તેથી કંપની બાકીના લોકો માટે પણ આ જ નીતિ અપનાવશે. જો કે, આ નવી પગાર નીતિ હજુ ટ્રાયલ પર છે. કંપનીના સીઈઓ કેમરન પેરીએ જણાવ્યું છે કે કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને પાઉન્ડમાં પગાર આપવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેનું મૂલ્ય ઘટી રહ્યું છે.
કર્મચારીઓનું ભવિષ્ય થશે ઉજ્જવળ-
કેમરૂન કહે છે કે પાઉન્ડના અવમૂલ્યન પછી પણ જો સોનામાં રોકાણ થશે તો તે ફુગાવામાં કર્મચારીઓને હંમેશા આગળ રાખશે. આવી સ્થિતિમાં, કંપનીએ કર્મચારીઓને આર્થિક સંકટમાંથી બચાવવા માટે માત્ર સોનું આપવાની નીતિ શરૂ કરી છે. તે કર્મચારીઓના હાથમાં રહેશે કે તેઓ રોકડ પગાર લેવો છે કે સોનું. ટેલીમનીની આ નવી પોલિસીની ચર્ચા સોશિયલ મીડિયા પર છે. લોકો કંપનીની પ્રશંસા કરી રહ્યા છે, જેણે પહેલાથી જ નાણાકીય કટોકટીનો સામનો કરવાની યોજના બનાવી છે અને તેના કર્મચારીઓ વિશે પણ વિચાર્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર