આ કંપનીની OMG પોલિસી! દિવસમાં એકથી વધુ વાર Toilet Break લેતાં કર્મચારીને ભરવો પડે છે દંડ!

આ કંપનીની OMG પોલિસી! દિવસમાં એકથી વધુ વાર Toilet Break લેતાં કર્મચારીને ભરવો પડે છે દંડ!
પ્રતીકાત્મક તસવીર

કર્મચારી એકથી વધુ વાર ટૉઇલેટ બ્રેક લે તો તેણે 220 રૂપિયાનો દંડ ભરવો પડે છે, કંપનીએ આ કારણે લીધો નિર્ણય

  • Share this:
    નવી દિલ્હીઃ વિચારો કે તમે ઓફિસમાં કામ કરી રહ્યા છો અને આપને તાત્કાલિક ટૉઇલેટ (Toilet) જવાની જરૂર પડે છે તો અને તે સમયે તમને ન જવા દેવામાં આવે તો શું સ્થિતિ થાય? કંઈક આવા જ પ્રકારની પોલિસી ચીનની એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે બનાવી છે. આ કંપની પોતાના કર્મચારીઓને ટૉઇલેટ જવા દે છે પરંતુ એકથી વધુ વાર શૌચાલય જવા પર કર્મચારીઓને દંડ આપવો પડે છે.

    આ તાનાશાહી વલણ ચીન (China)ની અનપૂ ઇલેક્ટ્રીક સાયન્સ એન્ડ ટેક્નોલોજી (Anpu Electric Science and Technology) કંપનીએ અપનાવ્યું છે. ગુઆંગડૉગ રાજ્યના ડૉન્ગ ગુઆંગમાં સ્થિત આ કંપનીએ આ નિયમ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. કંપનીએ આ વાતને માની છે કે તેઓએ એક દિવસમાં એક ટૉઇલેટ બ્રેકની પોલિસી અપનાવી છે અને જો કોઈ કર્મચારી એક વારથી વધુ ટૉઇલેટ જાય છે તો તેને દરેક વખતે 20 યુઆન એટલે કે 3 ડૉલર (220 રૂપિયા) દંડ તરીકે ચૂકવવા પડશે. કંપનીએ આ પગલું તેના આળસુ કર્મચારીઓના કારણે લીધો છે જે કામથી બચવા માટે અનેક વાર ટૉઇલેક બ્રેક (Toilet Break) લે છે.



    આ પણ જુઓ, Photos: કાશ્મીરમાં ફરિશ્તા બન્યા જવાન, બરફવર્ષાની વચ્ચે ગર્ભવતી મહિલાને ખભે ઊંચકી હૉસ્પિટલ પહોંચાડી

    આવી પોલિસી પર કંપનીનું શું કહેવું છે?

    કંપનીએ જે નોટિસ જાહેર કરી હતી તેને કેટલા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. ત્યારબાદ કંપનીની વિરુદ્ધ લોકોએ નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. કંપનીએ આ હરકત બાદ 7 કર્મચારીઓને હાંકી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર કંપનીના આ નિયમની ટીકા થઈ રહી છે. પરંતુ કંપની આ વાત પર ટકેલી છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે અનેક કર્મચારી પોતાની જવાબદારી અને કામથી બચવા માટે વધુ ટૉઇલેટ બ્રેક લેવા લાગ્યા હતા.

    આ પણ વાંચો, માત્ર 3 દિવસનો સમય, ફટાફટ ભરી દો ITR, નહીં તો ભરવો પડશે બમણો દંડ!

    કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે આવું કરવા માટે મજબૂર છીએ કારણ કે કંપનીના કર્મચારી આળસુ છે. તેઓ પોતાના કામથી બચતા રહે છે. કંપનીએ કર્મચારીઓને પણ આ વિશે અનેકવાર વાત કરી પરંતુ તેમનામાં સકારાત્મક ફેરફાર જોવા નથી મળ્યો. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે લોકોને કામ ન કરવા માટે નોકરીથી કાઢી મૂકવાથી તો સારો વિકલ્પ છે કે તેમને દંડ ફટકારવામાં આવે. પ્રવક્તાએ કહ્યું કે જે લોકો એકથી વધુ વાર ટૉઇલેટ જાય છે તેમને દંડ તે સમયે જ ચૂકવવા માટે નથી કહેવામાં આવતું. પરંતુ તેઓ તેમની મંથલી સેલરી બોનસમાંથી કાપવામાં આવે છે. જે પણ કર્મચારી એકથી વધુ વાર ટૉઇલેટ જવા માંગે છે તેને પોતાના બોસની પાસે રજિસ્ટર કરાવવા માટે જવું જ પડે છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 08, 2021, 14:18 pm

    ટૉપ ન્યૂઝ