ડૉકટરની ગંભીર બેદરકારી: ડિલીવરી માટે પેટને ચીરતી વખતે ગર્ભમાં રહેલી બાળકીનો ગાલ પણ ચીરી નાખ્યો!

ડૉકટરની ગંભીર બેદરકારી: ડિલીવરી માટે પેટને ચીરતી વખતે ગર્ભમાં રહેલી બાળકીનો ગાલ પણ ચીરી નાખ્યો!
બાળકીના ગાલ પર 13 ટાંકા લેવા પડ્યાં હતાં.

બાળકીની માતાને ડિલીવરી માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી અને સિઝેરીયન ડિલીવરી કરવામાં આવી હતી. પેટમાં બાળકીનો ચહેરો પ્લેસેન્ટાની ખૂબ જ નજીક હતો.

  • Share this:
નવી દિલ્હી: ડૉકટરને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. ડૉકટર (Doctor)ની બેદરકારીના અનેક મામલા સામે આવે છે. ક્યારેક ક્યારેક કોઈ દર્દીના પેટમાં ટુવાલ તો ક્યારેક કાતર રહી ગઈ હોય તેવી ગંભીર બેદરકારી સામે આવે છે. અમેરિકામાં મેડિકલ વર્લ્ડ (US Medical world)ની બેદરાકારી સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. ડૉકટરની બેદરકારીના કારણે ગર્ભમાં રહેલી બાળકીના ગાલ પર ચીરો (Newborn face sliced) મારી દીધો હતો. બાળકીનો જન્મ કપાયેલ ગાલ સાથે થયો હતો. ડૉકટરે તાત્કાલિક 13 ટાંકા (Dozen stitche on newborn cheek) લેવા પડ્યા હતા.

બાળકીની માતાને ડિલીવરી માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી અને સિઝેરીયન ડિલીવરી કરવામાં આવી હતી. પેટમાં બાળકીનો ચહેરો પ્લેસેન્ટાની ખૂબ જ નજીક હતો. ડૉકટરે આ બાબતની તપાસ યોગ્ય રીતે કરી ન હતી, જેના કારણે માતાના પેટ પર ચીરો મારતા સમયે બાળકીના ચહેરા પર પણ કાપ મૂકાઈ ગયો હતો.આ પણ વાંચો: મોરબીમાં મારામારીનો Live વીડિયો, એક યુવકનું મોત, નવ લોકો સામે ગુનો દાખલ 

નોર્મલ ડિલીવરીની આશા

આ બાળકીનું નામ ક્યાની વિલિયમ્સ રાખવામાં આવ્યું છે, બાળકીના માતા-પિતાએ બાળકીના ફોટોઝ શેર કર્યા છે. બાળકીના માતા પિતાનું નામ ડમાર્કુસ અને રિઝાના વિલિયમ્સ છે, માતાને નોર્મલ ડિલીવરી થવાની હતી. માતાને લેબર પીલ આપવાને કારણે તેને ખૂબ જ દુઃખાવો થવા લાગ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક ઈમરજન્સીમાં એડમિટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુહાગરાતે જ દુલ્હા-દુલ્હનને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યાં, એવું તો શું થયું?

ડિલીવરી બાદ માતા-પિતા ડરવા લાગ્યા

સિઝેરીયન બાદ બાળકીને ગર્ભમાંથી કાઢવામાં આવી ત્યારે તમામ લોકો ડરી ગયા હતા. બાળકીના ચહેરા પર ખૂબ જ મોટો કાપો હતો. આ કાપા ઉપર 13 ટાંકા લેવામાં આવ્યા હતા. તે બાદ જાણવા મળ્યું હતું કે બાળકીનો ચહેરો માતાના પ્લેસેન્ટાની ખૂબ જ નજીક હતો. આ કારણોસર ડૉકટરે સિઝેરીયન માટે પેટ પર ચીરો લગાવ્યો, ત્યારે બાળકીનો ગાલ પણ કપાઈ ગયો હતો. આ બાબતે માતાએ મીડિયાને જણાવ્યું કે, પહેલા તો તે સમજી જ શકી ન હતી કે ગર્ભમાં બાળકી સાથે શું થયું છે, પરંતુ ત્યાર બાદ તેને ખબર પડી કે સર્જરી દરમિયાન તેનો ગાલ ચીરાઈ ગયો હતો.

આ પણ વાંચો: ગોંડલ: પોલીસ સ્ટેશનમાં જ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની ફિલ્મી સ્ટાઇલમાં ફડાકાવાળી, મામલો હાઇકોર્ટ પહોંચ્યો


માતા-પિતાએ ન્યાય માંગ્યો

આ સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ કેસ કર્યો છે. ડૉકટરની બેદરકારીના કારણે તેમની બાળકી સાથે આ પ્રકારનો બનાવ થયો છે. આ સમગ્ર મામલે માતા-પિતાએ ન્યાય માંગ્યો છે. ડેન્વેર હેલ્થે નિવેદનમાં જણાવ્યું છે કે, હૉસ્પિટલમાં તમામ દર્દીઓને બેસ્ટ મેડિકલ સુવિધા મળે તેવો પ્રાયસ કરવામાં આવે છે. આ બેદરકારીના મામલે તપાસ કરવામાં આવશે અને દોષિતોને સજા પણ આપવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:June 22, 2021, 12:34 IST