OMG.! ધીમે ધીમે પથ્થર બનતો જાય છે આ બાળક, થઇ છે ગંભીર બીમારી

ગંભીર બીમારીથી પીડાતો રોઝર્સ

જરા વિચાર કરો કે એ માતા ઉપર શું વિતતી હશે જ્યારે પોતાના વ્હાલસોયા દીકરા માટે કઠોર વાત બોલવી પડી હશે.

  • Share this:
    જરા વિચાર કરો કે એ માતા ઉપર શું વિતતી હશે જ્યારે પોતાના વ્હાલસોયા દીકરા માટે કઠોર વાત બોલવી પડી હશે. માતાએ પોતાના પુત્ર માટે કહ્યું કે પોતાનો દીકરો પોતાના જ શરીરમાં દફન થઇ જશે. ઉલ્લેખનીય છે કે, આ વાક્ય એક વિવશ માતાના પોતાના પુત્ર માટેના છે. જે ધીમે ધીમે પથ્થર બની રહ્યો છે.

    વેબસાઇટ પત્રિકામાં આવેલા આર્ટિકલ પ્રમાણે અમેરિકાના કોલારાડોમાં રહેનારી નતાલીના દીકરાનું શરીર પથ્થરની જેમ કઠણ થતું જાય છે. રોઝર્સની ઉંમર અત્યારે માત્ર 12 વર્ષની છે. જે સ્ટિફ સ્કિન સિન્ડ્રોમ બીમારીથી પીડાય છે. આ દુનિયાની સૌથી દુર્લભ બીમારીઓ પૈકી એક છે. જો રોઝર્સની બીમારી આવી જ રહેશે તો તે એક દિવસે પોતાના જ શરીરમાં દફન થઇ જશે. રોઝર્સના પિતા ટીમ અને માતા નતાલી પુત્રની સારવાર માટે ઘર ઘરની ઠોકરો ખઇ રહ્યા છે. પરંતુ બીમારીનો કોઇ ઇલાજ થઇ રહ્યો નથી.

    રોઝર્સની આ ભયાનક બીમારીનો અંદાજ સૌથી પહેલા ટીમને થયો હતો. વર્ષ 2013માં ટીમે રોઝર્સની ડાબી જાંઘ ઉપર એક કઠણ ગાંઠ જોઇ. જે ઝડપથી ફેલાતી હતી. રોઝર્સની જાંઘથી શરૂ થતી બીમારીએ તેના કુલ્હા, પેટ અને પીઠ સુધી પ્રસરી હતી. હવે આ બીમારી છાત સુધી પ્રસરી રહી છે. બીમારીના કારણે રોઝર્સને અસહ્ય દુઃખાવો થઇ રહ્યો છે. એટલું જ નહીં શરીરના ભાગો વધારે કઠણ થવાના કારણે તે હરવા ફરવામાં પણ સક્ષમ નથી.

    આંકડા પ્રમાણે વર્ષ 2015 સુધમાં દુનિયા ભરમાં આ બીમારીના માત્ર 42 કિસ્સાઓ જ પ્રકાશમાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ પ્રમાણે અત્યારે આ બીમારીથી બચવા માટે દુનિયામાં કોઇ થેરાપી હાજર નથી.
    Published by:Ankit Patel
    First published: