નવી દિલ્હી: શું તમે ભૂત-પ્રેતમાં (Real Life Ghost) વિશ્વાસ કરો છો? દુનિયાના અનેક લોકોનું માનવું છે કે ભૂત-પ્રેત ફક્ત વહેમ છે. જ્યારે અનેક લોકો એવું પણ માની રહ્યા છે કે જેવી રીતે ભગવાન હોય છે તેવી રીતે દુનિયામાં ખરાબ શક્તિ પણ હોય છે. આ અંગે સમયાંતરે વીડિયો સામે આવતા રહે છે. આ વીડિયો (Ghost video) એવા હોય છે જેને જોઈને આંખ પણ વિશ્વાસ નથી કરી શકતો. એ સમયે એવું લાગે છે કે આ સામાન્ય નથી. આની પાછળ જરૂરથી કોઈ સુપરનેચરલ પાવર છે.
તાજેતરમાં કોલંબિયાના મેયરને આવો જ અનુભવ થયો હતો. કોલંબિયાના આર્મનિયા શહેરના મેયર જોસ મેનુઅલ રિયોસ મોરાલેસે (Jose Manuel Rios Morales) પોતાની ઓફિસના એક સીસીટીવીમાં કેદ થયેલા એક વીડિયોને પોતાના ફેસબુક પર શેર કર્યો છે. મેયરનો દાવો છે કે વીડિયોમાં જોવા મળી રહેલા ઘટના પાછળ ભૂત જવાબદાર છે. આ વીડિયોના આધારે મેયરે દાવો કર્યો છે કે તેની ઑફિસના એક ગાર્ડ પર ભૂતે હુમલો કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળેલી વસ્તુઓ પાછળ ભૂતનો હાથ હોવાનો દાવો મેયરે કર્યો છે.
મેયરે જે વીડિયો શેર કર્યો છે તેમાં ગાર્ડને હવામાં ઊછળતો જોઈ શકાય છે. શરૂઆતમાં ગાર્ડ ઑફિસ બહાર ચાલતો જોવા મળે છે. બાદમાં તે અચાનક હવામાં ઉછળ્યો હતો અને દીવાલ સાથે અથડાયો હતો. જે બાદમાં કોઈએ તેના હાથ અને પગ ખેંચ્યા હતા અને હુમલો કર્યો હતો. આ વીડિયોમાં ગાર્ડને માર ખાતો જોઈ શકાય છે. જોકે, તેના પર હુમલો કરનાર વ્યક્તિ ક્યાંક નજરે નથી પડી રહ્યો. કોઈ અદ્રશ્ય ચીજ તેને માર મારી રહી છે.
મેયરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "હું આજે આ વીડિયો તમને બતાવવા માંગું છું, હું મેયર તરીકે એ વાત પર ભાર આવતા સ્વીકાર કરું છું કે વિશ્વાસમાં અચૂક શક્તિ હોય છે." આ સાથે જ મેયરે માનવામાં ન આવે તેવી પ્રવૃત્તિ અંગે અનેક પ્રકારની વાત લખી છે. આ વીડિયો વાયરલ થયો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર