Home /News /eye-catcher /ઓનલાઇન કોર્ટમાં અર્ધનગ્ન હાલતમાં જજ પહોંચી, સજા સંભળાવતા પહેલાં જ સસ્પેન્ડ કરી; 4 મહિના પછી દર્દ છલકાયું
ઓનલાઇન કોર્ટમાં અર્ધનગ્ન હાલતમાં જજ પહોંચી, સજા સંભળાવતા પહેલાં જ સસ્પેન્ડ કરી; 4 મહિના પછી દર્દ છલકાયું
કોલંબિયન જજ અર્ધનગ્ન હાલતમાં ઓનલાઇન કોર્ટમાં હાજર થઈ હતી.
કોલંબિયાની એક જજ ચાર મહિના પહેલાં ખૂબ વાયરલ થઈ હતી. આ જજ વર્ચ્યુઅલ કોર્ટમાં ખૂબ જ ઉત્તેજક કપડાંમાં જોવા મળી હતી. આ વાતને ધ્યાને રાખી જજને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ચાર મહિના પછી આ જજ ફરીથી પરત ફરી છે.
દુનિયામાં દરેક પદની એક અલગ ગરિમા હોય છે. જો કોઈ ઊંચા અને જવાબદારીભર્યા હોદ્દા પર હોય તો ખૂબ જ સાવધાની રાખવી પડે છે. હોદ્દા પ્રમાણે જો કોઈ વ્યક્તિ જવાબદારી નથી નિભાવતો તો તેની સાથે તેના પદની પણ ઇનસલ્ટ થાય છે. કોર્ટના જજની વાત કરીએ તો આ હોદ્દો ખૂબ ગંભીર અને જવાબદારીભર્યો હોય છે. પરંતુ કોલંબિયામાં રહેનારી એક મહિલા જજે કદાચ તેના પદની ગંભીરતાને ન સમજી અને વર્ચ્યુઅલ કોર્ટમાં એવું કામ કરી નાંખ્યું કે તેને સસ્પેન્ડ કરવાનો વારો આવ્યો હતો.
વિવિયન પોલાનિયા નામની આ જજને ચાર મહિના પહેલાં સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. વિવિયન તેની એક વર્ચ્યુઅલ હિયરિંગમાં અર્ધનગ્ન હાલતમાં જોવા મળી હતી. તે સમયે તેના બેડ પર ઊંઘતી હતી અને અન્ડરવેયર્સ પહેર્યા હતા. તે દરમિયાન વિવિયન સિગારેટ પીતી પણ જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં જ તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. તેને ત્રણ મહિના સુધી પગાર વગર રજાએ ઉતારી દેવામાં આવી હતી. જો કે, ફેબ્રુઆરીમાં તેને કોર્ટમાં પરત ફરવાનું હતું, પરંતુ તેણે એવું ના કર્યું. ત્યારે વિવિયને ચાર મહિનાનું દર્દ જણાવ્યું છે.
ફેબ્રુઆરીમાં કોર્ટ નહોતી આવી તેથી લોકોને લાગ્યું હતું કે વિવિયન હવે ક્યારેય કોર્ટમાં નહીં આવે. પરંતુ થોડા સમય પહેલાં જ તેણે રોબમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસવીરો શેર કરી હતી. તેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે, તે નોકરી પર પરત ફરી છે. કેપ્શનમાં વિવિયને લખ્યું હતું કે - ઓફિસિયલી બેક.
દર્દ જણાવતા કહ્યું...
આ પોસ્ટમાં વિવિયને તેની વ્યથા જણાવતા કહ્યું હતું કે, છેલ્લા ચાર મહિના ખૂબ જ મુશ્કેલીભર્યા હતા. મારી તબિયત સારી નહોતી અને હું શાંતિ શોઘતી હતી. ત્યાં સુધી કે જીવવાની ઇચ્છા જ નહોતી થતી. પરંતુ મારા ચાહકોએ મને હિંમત આપી. તેમને કારણે જ હું ફરીથી રોબ પહેરી શકી છું. આ પોસ્ટ પર તેના ઘણા ચાહકોએ કોમેન્ટ કરી છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ પોસ્ટ લાઇક કરી છે. પોસ્ટ પર મેન્ટલ હેલ્થને લઈને પણ કેટલીક કોમેન્ટ્સ આવી છે. હવે જોવાનું રહેશે કે, વિવિયન કોર્ટમાં ક્યારે સુનાવણી કરશે?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર