બાળકીના પેટમાંથી કાઢ્યા અડધો કિલો વાળ અને શેમ્પૂના પાઉચ, ડૉક્ટર્સ પણ ચોંકી ગયા

News18 Gujarati
Updated: January 28, 2020, 3:55 PM IST
બાળકીના પેટમાંથી કાઢ્યા અડધો કિલો વાળ અને શેમ્પૂના પાઉચ, ડૉક્ટર્સ પણ ચોંકી ગયા
બાળકીના પેટમાંથી અડધો કિલો વાળ અને શેમ્પૂના પાઉચ બહાર કાઢવામાં આવ્યા. (Photo: News18 Network)

બાળકીના પેટનું સ્કેનિંગ કર્યું તો દડા જેવી વસ્તુઓ દેખાતાં તાત્કાલીક ઓપરેશન કર્યુ, નજારો જોઈ બધા ચોંકી ગયા

  • Share this:
કોઇમ્બતૂર : તમિલનાડુ (Tamilnadu)ના કોઇમ્બતૂર (Coimbatore)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષની બાળકીના પેટમાંથી અડધો કિલો વાળ (Human Hair) અને શેમ્પૂના ખાલી પાઉચ (empty shampoo packets) ઑપરેશન કરી બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ધોરણ-7માં ભણનારી બાળકીને ઘણા દિવસથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી. દુખાવો વધતાં પરિજનોએ તેને હૉસ્પિટલમાં દાખલ કરી હતી.

ડૉક્ટરોને શરૂઆતમાં લાગ્યું કે આ સામાન્ય દુખાવો છે. ડૉક્ટરોએ કેટલાક ટેસ્ટ કરાવ્યા. જેમાં બાળકીના પેટનું સ્કેનિંગ કરવામાં આવ્યું તો તેમાં દડા જેવા આકારની એક વસ્તુ જોવા મળી. ત્યારબાદ ડૉક્ટરોએ ઑપરેશન કર્યું. ઑપરેશનમાં બાળકીના પેટમાંથી અડધો કિલો વાળ અને શેમ્પૂના ખાલી પાઉચ બહાર કાઢવામાં આવ્યા. હૉસ્પિટલના ચેરમેન વી.જી. મોહનપ્રસાદે જણાવ્યું કે પહેલા અમે એન્ડોસ્કોપી દ્વારા પેટમાં દડા જેવી વસ્તુ બહાર કાઢવાનો નિર્ણય કર્યો પરંતુ જ્યારે સફળતા ન મળી ત્યારે ઑપરેશન કરવામાં આવ્યું.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ, બાળકી નજીકના સંબંધીના મોતથી માનસિક રીતે ઘણી પરેશાન થઈ ગઈ હતી. તેના કારણે તે વાળ અને શેમ્પૂના ખાલી પાઉચ જેવી વસ્તુઓ ખાવા લાગી. તેના કારણે તેના પેટમાં દુખાવો થવા લાગ્યો. ડૉક્ટર્સના જણાવ્યા મુજબ બાળકી હાલમાં સમગ્રપણે સ્વસ્થ છે.

આ પણ વાંચો, અઢી વર્ષના દીકરાને પેટીપલંગમાં કેદ કરી પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા, કરૂણ મોત
First published: January 28, 2020, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading