વિશ્વના માત્ર 2 દેશોમાં નથી વેચાતી કોકા-કોલા! આની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ

કોકા કોલાનું બજાર જબરદસ્ત છે. કોકનું વેચાણ વિશ્વભરમાં ખૂબ ઊંચું થાય છે (પ્રતિકાત્મક તસવીર)

1886માં ફાર્માસિસ્ટ ડો. જ્હોન એસ. પેમ્બર્ટન (Dr. John S. Pemberton)એ કોકા-કોલા (Coca Cola)ને બજારમાં રજૂ કરી હતી

 • Share this:
  વિશ્વમાં કરોડો લોકો કોકા-કોલા (Coca Cola Lovers)ના દિવાના છે. ઉનાળો હોય કે શિયાળો, લોકો દર સિઝનમાં કોક પીવે છે. કોકા કોલા (Coca Cola)પ્રેમીઓને આ સોફ્ટ ડ્રિંક ખૂબ જ પસંદ છે. કોકા કોલાનું બજાર જબરદસ્ત છે. કોકનું વેચાણ વિશ્વભરમાં ખૂબ ઊંચું થાય છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વભરમાં વેચાતી કોકા-કોલા માત્ર 2 દેશોમાં (2 countries without coca cola) જ વેચાતી નથી.

  1886માં ફાર્માસિસ્ટ જ્હોન પેમ્બર્ટનએ કોકા-કોલાને બજારમાં રજૂ કરી હતી. મૂળ સોફ્ટ ડ્રિન્કની રેસિપી આલ્કોહોલ સાથે મિશ્રિત કરવામાં આવી હતી અને સોડા ફાઉન્ટેન સ્ટોરમાં દવા તરીકે વેચવામાં આવી હતી. તે માથાનો દુખાવો, બળતરા અને ચક્કર જેવી સમસ્યાઓ માટે મુશ્કેલી નિવારક હોવાનું માનવામાં આવતું હતું.

  ત્યારબાદ એટલાન્ટાના ઉદ્યોગપતિ આસા કેન્ડલરે પ્લેલ્બર્ટનનો ધંધો સંભાળ્યો અને ડ્રિન્ક ફોર્મ્યુલા બદલી. કોકા-કોલા કંપનીની રચના 1892માં કરવામાં આવી હતી. કંપનીએ સ્પ્રાઇટ, ફેન્ટા વગેરે પીણાં પણ શરૂ કર્યા હતા, પરંતુ કોકા કોલાનો સૌથી વધુ ક્રેઝ રહ્યો.

  આ પણ વાંચો: OMG! બુર્જ ખલીફાથી લઈ માઉન્ટ એવરેસ્ટને પોતાનામાં સમાવી શકે છે સમુદ્ર, ઊંડાઈ જાણીને ઉડી જશે હોશ

  ક્યુબામાં કોકા-કોલાનું નથી થતું વેચાણ
  એવા માત્ર 2 દેશો છે જ્યાં વિશ્વના તમામ દેશો સિવાય કોકા-કોલાનું સેવન કરવામાં આવતુ નથી. આ બંને દેશો ક્યુબા અને ઉત્તર કોરિયા છે. કોકા-કોલાએ 1906માં ક્યુબામાં પોતાનો પ્લાન્ટ ખોલ્યો હતો, પરંતુ જ્યારે ફિડેલ કાસ્ટ્રોએ 1962માં ક્યુબન ક્રાંતિની શરૂઆત કરી ત્યારે કોકા-કોલાનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો: Tim Paine : ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ છોડનાર ટીમ પેનના ‘સેક્સટીંગ’ કાંડ અંગે મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો

  કાસ્ટ્રોની સરકારે તમામ વિદેશી કંપનીઓની સંપત્તિ કબજે કરી હતી અને આદેશ જારી કરીને અન્ય દેશો સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી કોકા-કોલા ક્યુબા છોડીને ક્યારેય પાછો ફર્યો નથી. અમેરિકાએ પણ ક્યુબાને શાસનાદેશ જારી કર્યો છે ત્યારથી ક્યુબામાં કોઈ અમેરિકન કંપનીએ પોતાનો વ્યવસાય કર્યો નથી.

  આ પણ વાંચો: Neobanks: એવી બેંકો જેની કોઈ શાખા જ નથી હોતી! જાણો શું હોય છે નિઓ બેંક અને તે કેવી રીતે કામ કરે છે?

  ઉત્તર કોરિયામાં પણ કોકા કોલાના વેચાણ પર બેન
  કોકાના કોલાને 1950થી 1953ની વચ્ચે કોરિયન યુદ્ધ ચાલી રહ્યું હતું. આ કારણે અમેરિકાએ ઉત્તર કોરિયા (North Korea) પર ટ્રેડ સેક્શન જારી કર્યો હતો. 1980માં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર બોમ્બ મારો કર્યો ત્યારથી અમેરિકાએ વધુ કડક કાયદા ઘડ્યા છે, જે પછી ઉત્તર કોરિયામાં કોઈ અમેરિકન કંપની કાર્યરત નથી. મ્યાનમાર અને વિયેતનામમાં પણ કોકા-કોલા લાંબા સમય સુધી વેચાતી ન હતી, પરંતુ 2012 અને 1994માં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.
  Published by:Riya Upadhay
  First published: