કોબરાની પૂંછડી પકડીને દાદીએ તેને ગુમાવીને દૂર ફેંક્યો, Video વાયરલ

કોબરાની પૂંછડી પકડીને દાદીએ તેને ગુમાવીને દૂર ફેંક્યો, Video વાયરલ
કોબરાને લઇ જતી દાદી

સુશાંત નંદાએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે દાદી કોબરાને દૂર ભગાડવાની આ રીત ઠીક નથી.

 • Share this:
  સાપ અને તેમાં પણ કોબારા ફણ ફેલાવીને બેઠો હોય તો પણ અનેક લોકોના શ્વાસ જાતે અદ્ધર થઇ જાય છે. ત્યારે જ્યાં અનેક લોકો ત્યાંથી ભાગવાનું જ પસંદર કરે છે ત્યારે એક વુદ્ધ દાદીએ કોબારોને પણ ભગાડી મૂક્યો. અને તે પણ એ દિલેરીથી તમે પણ કહેશો દાદી તો ગજબ છે! ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. જેમાં એક દાદીમાં કોબરા સાપને પૂંછડી પકડીને ખેંચી રહ્યા છે. અને ઘરની બહાર સુધી તેને ખેંચી જાય છે અને ખુલ્લી જંગલ તરફની દિશાને તેને ઉછાળીને ફેંકી દે છે. તે પણ એટલી સરળતાથી જાણે કચરો ઉપાડીને ફેંકતા હોય!

  સુશાંત નંદાએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે દાદી કોબરાને દૂર ભગાડવાની આ રીત ઠીક નથી. 26 સેકન્ડના આ વીડિયોને 26 મેના રોજ નંદા દ્વારા શેર કરવામાં આવ્યો છે. અને પોસ્ટ થતા જ તે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 2 લાખ વાર જોવામાં આવ્યો છે. અને 3 હજાર લાઇક્સ આવી ચૂક્યો છે.  વીડિયો જોયા પછી યુઝર્સ પણ તેની પર અલગ અલગ રીતની કૉમેન્ટ કરી રહ્યા છે. એક લખ્યું બહાદૂર મહિલા. તો અન્ય એક યુઝરે લખ્યું કે કોબરા પણ કન્ફ્યૂઝ છે કે શું મને પણ કોઇ ડરાવી શકે છે?


  તો એક લખ્યું ક નાનીમાં તમે તો ખરા છો લાગે છે પહેલીવાર તમે કોબારાનો સામનો નથી કર્યા. લોકો તો ડરીને સાપને મારવા લાગે છે. પણ સારું છે તમે તેને જંગલ તરફ ફેંકી દીધો.


  જો કે ગામડામાં રહેતા લોકોને તો અનેક વાર આવા જંગલી પશુ પ્રાણીઓથી સામનો કરવાનો વારો આવે છે. ત્યારે સમય સાથે તે લોકો પણ વન્ય પશુ પંખી સાથે કેમ રહેવું શીખી જતા હોય છે.
  First published:May 27, 2020, 12:22 pm