Home /News /eye-catcher /VIDEO: પહાડો પરથી પસાર થતા વાદળોએ વરસાવવાનું શરૂ કર્યું 'સુનામી'! જુઓ ભયંકર દૃશ્યો
VIDEO: પહાડો પરથી પસાર થતા વાદળોએ વરસાવવાનું શરૂ કર્યું 'સુનામી'! જુઓ ભયંકર દૃશ્યો
આકાશમાંથી 'સુનામી'નો વરસાદ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
પ્રકૃતિ સાથે જોડાયેલા તેના આશ્ચર્યજનક વીડિયો માટે પ્રખ્યાત ટ્વિટર એકાઉન્ટ @CosmicGaiaX પર એક વીડિયો (viral video) શેર કરવામાં આવ્યો છે, જેમાં વરસાદ (downburst viral video)નો ભયાનક નજારો જોવા મળી રહ્યો છે.
કુદરત (Nature) બહુ વિચિત્ર છે. જ્યારે પણ આપણને લાગે છે કે આપણે પ્રકૃતિ સાથે સંબંધિત દરેક પાસાને જોયા છે, ત્યારે તે આપણને નવી રીતે આશ્ચર્યચકિત કરે છે. પ્રકૃતિના સૌથી સુંદર દ્રશ્યોમાંનું એક છે વરસાદ (Rain). વરસાદને કારણે ધગધગતી ધરતીને રાહત મળે છે, વૃક્ષો, છોડ, પશુ-પંખીઓ અને માણસો પણ વરસાદથી અનેક લાભો લે છે, પરંતુ જ્યારે વરસાદ (Cloud burst viral video) ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેના પ્રકોપ (Fury)થી બચવું મુશ્કેલ બની જાય છે.
તાજેતરમાં જ એક વાયરલ વીડિયોમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. પ્રકૃતિ સાથે જોડાયેલા તેના આશ્ચર્યજનક વીડિયો માટે પ્રખ્યાત ટ્વિટર એકાઉન્ટ @CosmicGaiaX પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં વરસાદનો ભયાનક નજારો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખાસ છે કારણ કે વરસાદની આવી રીત જરા પણ જોવા નથી મળતી. પહાડી પર ગમે તેટલો વરસાદ પડે, પરંતુ આવો વરસાદ જે આકાશમાંથી પડતી સુનામી જેવો દેખાય છે તે આશ્ચર્યજનક છે.
વાદળ ફાટતાં જ પાણી પડ્યું વીડિયોમાં એક વિશાળ વાદળ પર્વત અને નદીની ઉપરથી પસાર થઈ રહ્યું છે. તે એટલી મોટી સંખ્યામાં પાણી પાડી રહ્યું છે કે એવું લાગે છે કે પૂરનું પાણી તેજ ગતિએ આકાશમાંથી પડી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે વેધરસ્ટ્રીટ વેબસાઈટ અનુસાર, આ પ્રક્રિયાને ડાઉનબર્સ્ટ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા ત્યારે થાય છે જ્યારે જોરદાર પવન વાવાઝોડાને તોડીને નીચેની દિશામાં ફૂંકાય છે. તેમની ગતિ એટલી વધારે છે કે તેઓ વાદળને ફાડીને નીચે આવે છે અને આ રીતે વરસાદ શરૂ થાય છે. તેને ક્લાઉડ બર્સ્ટ પણ કહી શકાય.
આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી વીડિયોને 92 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે 4 હજારથી વધુ લાઈક્સ અને 600થી વધુ રિટ્વીટ પણ મળી ચૂક્યા છે. વીડિયો જોઈને એક વ્યક્તિએ કહ્યું કે ભગવાન પણ ખૂબ જ સર્જનાત્મક છે. એકે કહ્યું કે આ વીડિયો જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. જ્યારે એક વ્યક્તિ આ વીડિયો પર વિશ્વાસ કરી શકતો ન હતો, તેણે પૂછ્યું કે શું આ વીડિયો સાચો છે? એકે કહ્યું કે કુદરતની શક્તિ બહુ ખાસ છે. તેનું સન્માન કરવું જોઈએ.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર