OMG! ધોળા દિવસે હોસ્પિટલમાં પહોંચી ‘પ્રેતાત્મા’, 3 પગવાળા નિશાન જોઈને સ્ટાફ ભયભીત

એન્ડ્રિયાનાએ આ ઘટનાઓ વિડીયો TikTok પર શેર કર્યો છે. (Image- TikTok)

એન્ડ્રિયાના (Andiana) નામની એક મહિલાએ આ અજીબ ઘટનાનો વિડીયો TikTokપર શેર કર્યો છે. સફાઈકર્મી એવી એન્ડ્રિયાના જ્યારે હોસ્પિટલમાં પોતું કરી રહી હતી તો એક પ્રેતાત્મા તેને વારંવાર પરેશાન (bare footprints popeed up) કરતી હતી.

  • Share this:
    સામાન્ય રીતે પોતું લગાવ્યા (Mopping) બાદ જો કોઈ તેના પર પગલાં કરે, તો એના નિશાન ચોખ્ખા દેખાઈ આવે છે. આ ચક્કરમાં આપણામાંથી ઘણાં લોકોને ઠપકો પણ મળ્યો હશે, પણ આ પગના નિશાન કોઈ ભૂતના હોય તો? ભૂતને વળી કેમ ઠપકો અપાય! બ્રિટન (Britain)ના એક સફાઈ કર્મચારી સાથે આવી જ ઘટના બની. જ્યારે તે જમીન પર પોતું લગાવી રહી હતી, તો આ દરમ્યાન જમીન પર વારંવાર અજીબોગરીબ પગના નિશાન (Mysterious Footprints) જોવા મળતા હતા. આ નિશાન દર વખતે પોતું કર્યા બાદ પણ જોવા મળતા હતા.

    એન્ડ્રિયાના (Andiana) નામની એક મહિલા બ્રિટનની હોસ્પિટલમાં હાઉસકીપિંગ ડિપાર્ટમેન્ટ (Housekeeping Department)માં કામ કરે છે. તે રોજની જેમ સવારે પોતું લગાવી રહી હતી અને આ દરમ્યાન તેના હોશ ઉડી ગયા જ્યારે વારંવાર તેના પોતું માર્યા બાદ પણ કોઈ ભીની જમીન પર ચાલતું (bare footprints popped up) હતું. રસપ્રદ વાત એ છે કે પોતે એન્ડ્રિયાના ત્યાં હાજર હતી, તો પણ ખુલ્લા પગે ચાલનારી આ વ્યક્તિને જોઈ શકતી ન હતી.

    TikTok પર જોવા મળી અજીબ ઘટના
    પોતાની સાથે થયેલી આ બહુ જ અજીબ ઘટનાનો વિડીયો એન્ડ્રિયાના (Andiana TikTok Video)એ ટિકટોક પર શેર કર્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે ત્યાં કોઈ અદ્રશ્ય માણસ હતો, જે વારંવાર તેણે સાફ કરેલી જમીન પર ચાલતો હતો. મહિલા વિડીયોમાં કહે છે કે જ્યારે હોસ્પિટલમાં તમે સફાઈ કર્મચારી હો તો નવા દર્દીના આવતા પહેલા રૂમની સફાઈ કરો છો. જ્યારે પોતું લગાવીએ ત્યારે ત્યાં થયેલા પગલાંના નિશાન નથી દેખાતા. એવામાં જમીન પર વચ્ચોવચ રેન્ડમ પગલાં જોઈને હું બહુ ડરી ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે આ નિશાન એક પગના નહીં પણ ત્રણ પગના હતા.

    આ પણ વાંચો: Shocking: પત્નીએ રાત્રે 18 પુરુષો સાથે કર્યો રોમાન્સ, પતિ લાવીને આપતો હતો કોન્ડોમ!

    લોકોએ કહ્યું- પ્રેતાત્માથી થયો સામનો
    આ સનસનીખેજ વિડીયો જોઈને સોશ્યલ મીડિયા પર લોકોએ પોતાના અનુભવ શેર કરવાનું શરુ કરી નાખ્યું. અમુક લોકોએ સફાઈકર્મીએ મૂકેલા ફોટોઝ જોઈને કહી દીધું કે હોસ્પિટલમાં આત્મા હતી. એક વ્યક્તિએ જણાવ્યું કે તે પણ હોસ્પિટલમાં કામ કરે છે અને ત્યાં એક બાથરૂમ યુઝ કરવાની મનાઈ છે, જ્યાં ભૂત રહે છે. ત્યાં અમુક લોકોએ એ પણ કહ્યું કે ત્યાં હાજર કોઈ દર્દીના પગમાં તેલ લાગ્યું હશે, જે સાફ નહીં થયા હોય. આ પોતું લગાવ્યા પછી પણ નથી જતાં. જોકે, એન્ડ્રિયાનાએ રિપ્લાય આપ્યો કે તે સફાઈ માટે સ્ટ્રોંગ કેમિકલનો ઉપયોગ કરે છે અને તેનાથી કોઈ દાગ નથી રહેતા.
    Published by:Nirali Dave
    First published: