ઘોડા પર સવાર થઈને ધો-10ની પરીક્ષા આપવા નીકળી છોકરી, વીડિયો વાયરલ

મહિન્દ્રાએ આ ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું છે કે, 'ખૂબ સરસ! આ ક્લિપ વાયરલ થવી જોઈએ. આ પણ અતુલ્ય ભારત છે.'

News18 Gujarati
Updated: April 8, 2019, 11:36 AM IST
ઘોડા પર સવાર થઈને ધો-10ની પરીક્ષા આપવા નીકળી છોકરી, વીડિયો વાયરલ
વીડિયો પરથી લેવામાં આવેલો સ્ક્રિનશોટ
News18 Gujarati
Updated: April 8, 2019, 11:36 AM IST
બિઝનેસમેન આનંદ મહિન્દ્રા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ખૂબ સક્રિય છે. તેઓ સોશિયલ મીડિયા પર કંઈક ખાસ વીડિયો કે તસવીરો પોસ્ટ કરતા રહે છે. આનંદ મહિન્દ્રાએ રવિવારે ટ્વિટર એક વીડિયો પોસ્ટ કરી છે. આ વીડિયોમાં એક બાળકી ઘોડા પર સવાર થઈને બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહી છે.

હકીકતમાં મહિન્દ્રાએ યૂઝર મનોજ કુમારના ટ્વિટને રિટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં મનોજે લખ્યું છે કે, "આ વીડિયો ક્લિપ મારા વોટ્સએપ પર આવી હતી. કેરળના ત્રિસ્સૂરમાં એક છોકરી ધો-10ની બોર્ડની પરીક્ષા આપવા માટે ઘોડા પર સવાર થઈને જઈ રહી છે."

મહિન્દ્રાએ આ ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું છે કે, 'ખૂબ સરસ! આ ક્લિપ વાયરલ થવી જોઈએ. આ પણ અતુલ્ય ભારત છે.' તેમણે લખ્યું, "શું ત્રિસ્સૂરમાં આ છોકરીને કોઈ ઓળખે છે? મને મારા સ્ક્રિન સેવર પર આ છોકરી અને ધોડાની તસવીર જોઈએ છે. આ મારી હીરો છે. તેના સ્કૂલે જવાના દ્રશ્યએ મને ભવિષ્ય માટે આશાવાદી બનાવી દીધો છે."


Loading...

એ એક ગાડી ખરીદી હતી, જેનું નામ રાખવા માટે તેમણે ટ્વિટર યૂઝર્સ પાસેથી પ્રતિક્રિયા માંગી હતી. આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે ટ્વિટર યૂઝર્સ તેની ગાડીનું નામ નક્કી કરે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે જેનું નામ પસંદ પડશે તેને મહિન્દ્રાની બે ગાડી પણ આપવામાં આવશે.
First published: April 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...