મફત Wi-Fi Hotspots મામલે શહેરે બનાવ્યો રેકોર્ડ, 21 હજારથી વઘુ સ્થળોએ ફ્રી ઇન્ટરનેટ

મેક્સિકો સિટી વિશ્વનું એક એવું શહેર છે, જ્યાં સૌથી વધુ ફ્રી Wi-Fi હોટસ્પોટ્સ છે.

Free Wi-Fi Hotspots: ઇન્ટરનેટના યુગ(Free Internet Data)માં મફત વાઇ-ફાઇ(Free Wi-Fi)નો ઉપયોગ કરવા મળી જાય તો એનાથી વધુ સારુ શું હોય શકે? અને જો અમે તમને કહીએ કે એક એવું શહેર છે જ્યાં એટલા બઘા Wi-Fi Hotspots છે કે લાખો લોકો મફત ઇન્ટરનેટ ચલાવી શકે છે (World Record For Most Free Wi-Fi Hotspots) તો? મેક્સિકો સિટી (Mexico City) એવું જ શહેર છે જ્યાં સૌથી વધુ ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ છે.

  • Share this:
મેક્સિકો સિટી વિશ્વનું એવું શહેર છે, જેમાં સૌથી વઘુ મફત વાઇફાઇ હોટસ્પોટ્સ છે. આ અમે નથી કહી રહ્યા,પણ રેકોર્ડ કહી રહ્યો છે. તાજેતરમાં આ શહેરનું નામ સૌથી વધુ ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ હોવાના કારણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record)માં નોંધવામાં આવ્યું છે.

મેક્સિકો સિટીમાં કુલ 21,500 હોટસ્પોટ છે, જેનો ફાયદો શહેરમાં 9મિલિયન લોકો ઉઠાવે છે. આ વાઇ-ફાઇ હોટસ્પોટ્સ મુખ્યત્વે જાહેર વાહનોમાં લગાવાયા છે. મહામારી દરમિયાન શાળાઓ બંધ કરવામાં આવી ત્યારે હોટસ્પોટમાં વધારો કરવામાં આવ્યો હતો જેથી વિદ્યાર્થીઓ આરામથી તેમના ઓનલાઇન વર્ગો ભરી શકે.

શહેરના મેયરે કરી પહેલ
મેક્સિકો સિટીના મેયર ક્લાઉડિયા શિનબૈમ (Mayor Claudia Sheinbaum)ને સિંગલ ફ્રી અર્બન વાઇ-ફાઇ નેટવર્ક (Urban Wi-Fi network)થી લોકોને સૌથી વધુ હોટસ્પોટ પ્રદાન કરવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેયરનું કહેવું છે કે તેમણે શહેરના લાખો લોકોને મફત ઇન્ટરનેટ આપવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: આઝાદી અંગે કંગનાના નિવેદનનો વિવાદ વકર્યો, વરુણ ગાંધીએ કહ્યું, ‘આને ગાંડપણ કહું કે દેશદ્રોહ’

મહામારી દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેઓ ઇન્ટરનેટ પોસાય તેમ ન હોય તેવા લોકો પાસે લઈ ગયા હતા. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ મેળવવાનો અધિકાર આપ્યો. જેમની પાસે ઘરે જોડાણ ન હતું તેઓ જાહેર મફત હોટસ્પોટ પર આવી તેમનું કામ કરી શકે છે.

આ પણ વાંચો: પત્નીના કરવા ચોથના વ્રતે બચાવ્યો હતો જિતેન્દ્રનો જીવ, જિતેન્દ્રએ વર્ણવેલો Accidentનો રસપ્રદ કિસ્સો

Wi-Fi બીજા પણ રસપ્રદ કિસ્સાઓ
જ્યાં મેક્સિકોમાં મફત વાઇ-ફાઇ ઓફર કરવામાં આવી રહ્યું છે, ત્યાં ઘણી જગ્યાઓ મફત ઇન્ટરનેટ પ્રદાન કરતા પહેલા ખૂબ મનોરંજક શરતો રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે, યુ.એસ.એ.ના સેક્સસમાં એક થાઇ રેસ્ટોરન્ટમાં દિવાલ પર વાઇ-ફાઇ પાસવર્ડ લખીને ચોંટાડેલો છે.

આ પણ વાંચો: 50 વર્ષ બાદ ખુલ્યો ગુફાનો દરવાજો, અંદર પડેલી કાળી ‘પોટલી’ જોઈને લોકોની ચીસો નીકળી ગઈ

આ એટલા માટે છે કારણ કે તમે જમતી વખતે વાનગીનો ફોટો અપલોડ કરી શકો. અન્ય થાઈ રેસ્ટોરન્ટમાં લોકોએ વાઇ-ફાઇ પાસવર્ડ મેળવવા માટે ગણિતના લાંબા સમીકરણને હલ કરવું પડ્યું હતું. આ સમીકરણનો જવાબ એ પાસવર્ડ હતો જેનો કસ્ટમર ઉપયોગ કરી શકે છે. જોકે મેક્સિકો સિટીમાં એવું કશું જ નથી, પરંતુ તમે વાઇ-ફાઇને આરામથી ક્નેક્ટ કરીને તમારું કામ કરી શકો છો.
Published by:Riya Upadhay
First published: