OMG! યુવકે મગફળી અને મટનમાં છુપાવી હતી 45 લાખ રૂપિયાની વિદેશી કરન્સી, એરપોર્ટ પર ઝડપાયો

News18 Gujarati
Updated: February 13, 2020, 11:31 AM IST
OMG! યુવકે મગફળી અને મટનમાં છુપાવી હતી 45 લાખ રૂપિયાની વિદેશી કરન્સી, એરપોર્ટ પર ઝડપાયો
મગફળી, મટન અને બિસ્કિટમાં છુપાવી હતી 45 લાખ રૂપિયાની વિદેશી કરન્સી.

યુવકની સંદિગ્ધ ગતિવિધિને જોતાં CISFએ સામાનની તપાસ કરી, કરન્સી છુપાવવાની યુક્તિ જોઈ અધિકારીઓ ચોંકી ગયા, જુઓ Video

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર એક મુસાફરને વિદેશી કરન્સી (Foreign Currency)ની તસ્કરી કરતો પકડી પાડવામાં આવ્યો છે. તસ્કરીનો યુક્તિ ચોંકાવનારી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)એ એક મુસાફર પાસેથી મીટના ટુકડા, મગફળી અને બિસ્કિટમાં છુપાવીને રાખવામાં આવેલી 45 લાખ રૂપિયા મૂલ્યની વિદેશી કરન્સીને જપ્ત કરી દીધી છે.

સુરક્ષા દળોને વિદેશી કરન્સીની તસ્કરીનો આ નવી યુક્તિ વિશે મંગળવાર સાંજે તે સમયે જાણ થઈ જ્યારે મુરાદ અલીની સંદિગ્ધ ગતિવિધિઓના આધારે તેની સાથે પૂછપરછ કરવામાં આવી. તે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-3 પર દુબઈ જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઇટ પકડવાનો હતો.

સીઆઈએસએફના પ્રવક્તા સહાયક મહાનિરીક્ષક હેમેન્દ્ર સિંહે જણાવ્યું કે, મુસાફરની બેગની સઘન ચેકિંગ કરતાં માંસના ટુકડા, મગફળી, બિસ્કિટના પેકેટો અને અન્ય ખાદ્ય સામગ્રીમાં છુપાવીને રાખેલી વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી.

તેઓએ વધુમાં જણાવ્યું કે, તસ્કરીના ઈરાદાથી વિદેશી કરન્સી છુપાવવાનો આ ખાસ અને અનોખો યુક્તિ સામે આવી છે. જપ્ત કરવામાં આવેલી કરન્સીનું મૂલ્ય 45 લાખ રૂપિયા બહાર આવ્યું તો એરપોર્ટ અધિકારીઓ પણ ચોંકી ગયા. મુસાફર અને કરન્સીને તપાસ માટે કસ્ટમ્સ અધિકારીઓના હવાલે કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો, મેટ્રોમાં કોરોનાવાયરસનું Prank કરવું પડ્યું મોંઘું, થઈ શકે છે 5 વર્ષની સજા
First published: February 13, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading