બ્રાઝિલમાં ચર્ચે એક નવું મિશન શરૂ કર્યું, મહામારીથી પીડાતા લોકો માટે બનાવી રહ્યા છે બ્રેડ

(પ્રતીકાત્મક તસવીર)

Brazil: રિયો ડી જાનેરોના ચર્ચે કોરોનાથી ગંભીર રીતે અસરગ્રસ્ત બ્રાઝિલિયનને 2 મિલિયનથી વધુ બ્રેડનું દાન કર્યું હતું

  • Share this:
બ્રાઝિલ (Brazil) પણ કોરોના મહામારી (Corona Pandemic)નો સામનો કરી રહ્યું છે. અહીં અડધા મિલિયનથી વધુ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. ત્યારે પશ્ચિમી રિયો ડી જાનેરો (Rio De Janerio)માં ચર્ચે એક નવું મિશન શરૂ કર્યું છે. અહીં હજારોની સંખ્યામાં બ્રેડ બેકીંગ થાય છે. ગયા વર્ષે પાઓ ડી ફાતિમા (Pão de Fátima)એ સામાજિક કાર્યક્રમ અંતર્ગત કોરોનાથી ગંભીર રીતે અસરગ્રસ્ત બ્રાઝિલિયનને 2 મિલિયનથી વધુ બ્રેડનું દાન કર્યું હતું.
આ સામાજિક કાર્યમાં વોલન્ટીયર્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં ઓછી આવક ધરાવતા લોકો, પુનર્વાસ કેન્દ્ર, વૃદ્ધ લોકો અને જે લોકો પાસે ઘર નથી તેમને બ્રેડ અને તાજુ ભોજન આપવામાં આવે છે.

થિંક ટેંક ગેટુલિયો વર્ગાસ ફાઉન્ડેશન અનુસાર બ્રાઝિલની કુલ વસ્તીના 12.8 ટકા લોકો ગરીબીરેખા હેઠળ જીવે છે. જેમની માસિક આવક 246 રેઈસ ($49.35)થી ઓછી છે.

આ પણ જુઓ, મંદિરા બેદીના પતિ રાજ કૌશલના નિધન બાદ સામે આવ્યા તેમના લગ્નના 22 વર્ષ જૂના PHOTOS

કોરોના મહામારી દરમિયાન બ્રાઝિલમાં બેરોજગારી અને ખાદ્ય પદાર્થની કિંમતમાં વધારો થવાને કારણે અડધાથી વધુ લોકોએ ખાદ્ય અસુરક્ષાનો સામનો કરવો પડ્યો. વૈશ્વિક મહામારીને કારણે રસ્તાઓ પર લોકો ભીખ માંગવા મજબૂર થયા.

કાર્યક્રમના નેતામાંથી એક બેર્થાલ્ડો સૌઝા સોરેસે જણાવ્યું કે, “લોકોની મદદ કરવા માટે અમે સક્ષમ છીએ તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ, પરંતુ લોકોના ચહેરા પર આ દુખ જોવું તે ખૂબ જ કઠિન છે. રિયો ડી જાનેરોમાં 5, 10, 15, 20 કિ.મી સુધી લોકો ગરીબી અને ભૂખથી પીડાઈ રહ્યા છે.”

આ પણ વાંચો, 2 મિનિટમાં કાર બની ગઈ એરક્રાફ્ટ! 8200 ફુટની ઊંચાઈ પર ભરી સફળ ઉડાન, જાણો ફ્લાઇંગ કારની ખૂબીઓ

સરકારે 2020માં ઈમરજન્સી રોકડ ચૂકવણી કરતા ગરીબી સ્તરમાં ઘટાડો થયો છે. વેક્સીનેશનની ધીમી પ્રક્રિયા અને કોરોનાના સંક્રમણનો દર ઉચ્ચ રહેવાને કારણે બ્રાઝિલના આર્થિક સુધારામાં ઘટાડો થયો છે.

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે અનેક દેશોની આર્થિક પરિસ્થિતિ પર ખૂબ જ ગંભીર અસર થઈ છે. અનેક દેશમાં બેરોજગારી દરમાં વધારો થતા ગરીબીમાં વધારો થયો છે અને લોકો ભૂખથી પીડાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં બ્રાઝિલમાં બેકિંગ બ્રેડ મિશન શરૂ કરવામાં આવ્યું છે.
First published: