મહિલાએ ઓનલાઈન મંગાવ્યા હેલ્થ કેયર સપ્લીમેન્ટ, પેકેટમાંથી નીકળ્યો મરેલો મગરમચ્છ-ગરોળી

News18 Gujarati
Updated: August 18, 2018, 11:39 AM IST
મહિલાએ ઓનલાઈન મંગાવ્યા હેલ્થ કેયર સપ્લીમેન્ટ, પેકેટમાંથી નીકળ્યો મરેલો મગરમચ્છ-ગરોળી
સ્ક્રિનગ્રેબ (Weibo.com)

ચીનમાં મગરમચ્છનું ફાર્મીંગ કાયદેસર છે. આનો મગરમચ્છ ખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેની ચામડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

  • Share this:
ઓનલાઈન શોપિંગને લઈ રોજ અલગ-અલગ પ્રકારના સમાચાર આવતા રહે છે. કેટલીક વખત એવું બને છે કે, તમે કઈં અલગ ઓર્ડર કર્યો હોય, પરંતુ ડિલિવરી કોઈ અન્ય પ્રોડક્ટની થાય. ચીનમાં એક મહિલા સાથે આવું જ બન્યું છે. મહિલાએ ઓનલાઈન શોપિંગ દ્વારા હેલ્થ કેયર પ્રોડક્ટ ઓર્ડર કર્યા હતા. પરંતુ, જે પેકેટ તેમને ડિલિવર કરવામાં આવ્યું, તેમાંથી મરેલો મગરમચ્છ અને ગરોળી નીકળી છે.

ચીનના સમાચારપત્ર 'શંધાઈસ્ટ' અનુસાર, ઝેઝિયાંગ વિસ્તારના સુચાંગમાં ઝાંગ નામની મહિલાએ હેલ્થ સપ્લીમેન્ટ ઓનલાઈન ઓર્ડર કર્યા હતા. જ્યારે તેણે પ્રોડક્ટ રિસિવ કરી તો ત્રણ ડબ્બાનો આકાર એક જેવો હતો, પરંતુ ચોથા ડબ્બાનો આકાર સામાન્ય કરતા થોડો મોટો હતો. ચોથા ડબ્બામાંથી વિચિત્ર વાસ આવી રહી હતી. જ્યારે તેણે પેકેટ ખોલ્યું તો, મહિલા આશ્ચર્યમાં પડી ગઈ, પેકેટમાં મરેલો મગરમચ્છ અને ગરોળી હતી.

મહિલાએ ઓનલાઈન શોપિંગ સાઈટ પર તેની ફરિયાદ કરી. પોલીસને પણ સૂચના આપી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે આ પેકેટને કબ્જામાં લઈ લીધુ. મગરમચ્છ બ્રિડીંગ ફાર્મમાંથી લાવવામાં આવ્યો હતો. તેની પર ક્યૂઆર કોડનું ટેગ લાગેલુ હતું. આ કોડ દ્વારા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસની તપાસમાં ખબર પડી કે, કુરિયર કંપનીએ મગરમચ્છ અને ગરોળીને ખોટા એડ્રેસ પર ડિલીવર્ડ કરી દીધા છે. જ્યારે બંને જીવને મોકલવામાં આવ્યા હતા, ત્યારે તે જીવતા હતા. પરંતુ લાંબી ડિલિવરીના કારણે તેમનું મોત થયું છે.

તમને જણાવી દઈએ કે, ચીનમાં મગરમચ્છનું ફાર્મીંગ કાયદેસર છે. આનો મગરમચ્છ ખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેની ચામડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
First published: August 18, 2018, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading