Corona Virus in China: કોરોના મહામારી (Covid-19 Pandemic) આવ્યા બાદ દુનિયામાં ઘણી બધી ચીજો ઓનલાઇન (Online) થઈ ગઈ છે. જે વસ્તુની આપણે કલ્પના પણ કરી શકતા ન હતા, એ આરામથી ઘરે બેઠા થઈ જાય છે. બાળકોનો અભ્યાસ હોય, પરીક્ષા હોય કે પછી ફિઝિકલ એક્સરસાઇઝ, બધું જ ઓનલાઇન થઈ ગયું. પરંતુ, શું સ્વિમિંગ ઓનલાઇન થઈ શકે? આ સવાલ એટલા માટે કારણકે, ચીનમાં એક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્વિમિંગ ટેસ્ટ (Online Swimming Test) આપવા માટે કહ્યું છે.
આ ઘટના ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચાસ્પદ બની છે. ચીન (China)ના શાંઘાઈમાં આવેલી એક યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને 50 મીટર એટલે કે 164 ફૂટની સ્વિમિંગ ટેસ્ટ ઓનલાઇન (Online Swimming Test in China University) V આપવા માટે કહ્યું. હા, 50 મીટરની સ્વિમિંગ ઓનલાઇન કરીને બતાવવાની વાત સાંભળીને તમને હસવું આવી ગયું હશે, પરંતુ યુનિવર્સિટીએ આવું જ કર્યું છે. વાત એમ છે કે ચીનમાં ગ્રેજ્યુએશન પૂરું થતા પહેલા દરેક વ્યક્તિને સ્વિમિંગ આવડે તે જરૂરી છે, જેથી તેમની ફિટનેસ સ્કિલમાં વધારો થાય.
South China Morning Post મુજબ, આ ટેસ્ટને કન્ડક્ટ કરવા માટે અમુક ખાસ અરેન્જમેન્ટ કરવામાં આવશે. ચીનમાં આ સમયે કોરોના વાયરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, જેથી ઓનલાઇન ટેસ્ટથી લઇને સ્ટડીને સ્મૂધ રાખવામાં આવી છે. તેનો જ ભાગ છે ઓનલાઇન સ્વિમિંગ ટેસ્ટ. જો કે, આ ટેસ્ટમાં પાણી અને પૂલ સિવાય બધું જ હશે. વાસ્તવમાં વિદ્યાર્થીઓને એક ક્વેશ્ચનેરમાં સ્વિમિંગથી જોડાયેલા દરેક પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને તેમની ટેસ્ટ પૂરી થઈ જશે. ન તો તેમને પૂલમાં જવાનું છે, કે ન તો તરવાનું છે.
ચીનની સોશિયલ મીડિયા સાઇટ Weibo પર આ ઘટનાને લઇને ખૂબ મજાક ઉડાવવામાં આવી છે. પોસ્ટને લગભગ 70 હજાર ઇન્ટરેક્શન્સ મળ્યા છે. એક યુઝરે લખ્યું- શું વિદ્યાર્થીઓએ ઘરના બાથટબમાં તરવાનું હશે? તો અન્ય એક યુઝરે લખ્યું કે, શું યુનિવર્સિટી પાણીને સ્વિમિંગથી અલગ કરવા માગે છે? તો બીજા એક યુઝરનું કહેવું હતું કે આ ખરેખર ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવાનો મામલો છે.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં હાલ ઓમિક્રોન વાયરસનું સંક્રમણ વધી ગયું છે અને પરિસ્થિતિ ઘણી બગડી ચૂકી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર