દાવો: ચીનમાં પેદા થઈ દુનિયાની પહેલી 'ડિઝાઈનર બેબી'

ભવિષ્યમાં આવા 'ડિઝાઈનર બેબી'ને જન્મ આપી શકાશે, જેની આંખ, વાળ, ત્વચા અને ખુબીઓની પસંદગી ખુદ તેના માતા-પિતા કરી શકશે.

News18 Gujarati
Updated: November 29, 2018, 7:44 AM IST
દાવો: ચીનમાં પેદા થઈ દુનિયાની પહેલી 'ડિઝાઈનર બેબી'
પ્રતિકાત્મક તસવીર(એપી)
News18 Gujarati
Updated: November 29, 2018, 7:44 AM IST
ચીનના એક શોધકર્તાએ દુનિયામાં પહેલી વખત આનુવંશિક રૂપથી સંશોધિત (જેનિટિકલ મોડિફાઈડ) 'ડિઝાઈનર બેબી'ને જન્મ આપવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ મહિને જન્મેલી જુડવા બાળકીઓના ડીએનએમાં ફેરફાર માટે ક્રિસ્પર ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, 'ડિઝાઈનર બેબી' એચઆઈવી, એડ્સથી પીડિત નહી થાય. જો આ દાવો સાચો છે તો, વિજ્ઞાન ક્ષેત્રમાં આ એક ખુબ મોટુ પગલું હશે. આનાથી ભવિષ્યમાં આવા 'ડિઝાઈનર બેબી'ને જન્મ આપી શકાશે, જેની આંખ, વાળ, ત્વચા અને ખુબીઓની પસંદગી ખુદ તેના માતા-પિતા કરી શકશે.

સમાચાર અનુસાર, એક અમેરિકન વૈજ્ઞાનિકે પણ કહ્યું છે કે, તેણે ચીનમાં થયેલા આ પ્રયોગમાં ભાગ લીધો છે. અમેરિકામાં આ રીતના જીન પરિવર્તન પર રોક છે, કારણ કે, ડીએનએમાં ફેરફાર ભાવી પેઢીઓ સુધી અસર પહોંચાડશે અને અન્ય જિંસને નુકશાન પહોંચાડવાનો ખતરો છે. શેનઝાનના શોધકર્તા શેન્જેન કે. જિયાનકુઈએ જણાવ્યું કે, તેમણે સાત દંપતીઓ પર કરેલા પ્રયોગ દરમ્યાન ભ્રૂણ બદલી જોયા છે. તેમાંથી એક મામલામાં જુડવા સંતાન પેદા થયું છે.

તેમણે કહ્યું કે, આ શોધનો ઈરાદો કોઈ વંશાનુગત બીમારીની સારવાર અથવા તેની રોકથામ કરવાનો નથી, પરંતુ એચઆઈવી, એડ્સ વાયરસથી ભવિષ્યમાં સંક્રમણ રોકવાની ક્ષમતા પેદા કરવાનો છે, જે લોકો પાસે પ્રાકૃતિક રૂપથી હોય. જોકે, શોધકર્તાના આ દાવાની સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટી નથી થઈ શકી. આ મુદ્દે હમણાં જ તેનું પ્રકાશન એક પત્રિકામાં થયું છે.
First published: November 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...