બીજિંગઃ ચીનમાં કોરોના વાયરસ (Coronavirus) ફેલાયા બાદ પણ લોકો પોતાની આદત બદલી નથી રહ્યા. લૉકડાઉન ખુલ્યા બાદ ફરી એકવાર બજારોમાં સાપ અને બીજા જાનવરોનું માંસ વેચાવા લાગ્યું છે. જેથી દુકાનો પર ભીડ લાગી છે. આ દરમિયાન ચીનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અલગ-અલગ જાનવરોનું માંસ ખાવાના શોખીન એક શખ્સના ફેફસાંમાંથી અનેક જીવતા કીડા નીકળ્યા. આ જોઈને ડૉક્ટર્સ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.
સાપનું ગૉલબ્લાડર ખાધું હતું
બ્રિટિશ અખબાર ધ સન મુજબ, ચીનના જિયાંગસૂ પ્રાંતના રહેવાસી વાંગ નામના આ શખ્સને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જ્યારે ડૉક્ટરોએ તેનું સીટી સ્કેન કર્યું તો તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા.તેના ફેફસામાં કીડા ભરેલા હતા. બાદમાં તેણે ડૉક્ટરોને જણાવ્યું કે, તેને અલગ-અલગ જાનવરોનું મીટ ખાવાનો શોખ છે. આ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે એક વાર તેણે એક સાપ ખાધો, જેનું ગૉલબ્લાડર કાચું જ હતું. ડૉક્ટર જાઓ હૈયાનાન જણાવ્યા મુજબ, ગૉલબ્લાડર ખાવાના કારણે તેના ફેફસામાં કીડા પડી ગયા. આ બીમારીને પૈરાગોનિમિયાસિસ કહે છે. તે સામાન્ય રીતે કાચું મીટ ખાવાના કારણે થાય છે.
આ પણ વાંચો, ચીનમાં 2 મહિના બાદ ફરી ખુલ્યું એ માર્કેટ જ્યાં મળે છે ફ્રાઇડ વીંછી અને કરોળિયા
માંસ-મચ્છી ખરીદવા માટે ભીડ
ચીનમાં લૉકડાઉન હટતાં જ રસ્તાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એટલું જ નહીં અહીંની વેટ માર્કેટ એટલે કે માંસ અને મચ્છીની દુકાનો પણ ખુલવા લાગી છે. જેથી અહીંના સૌથી મોટા બજર બૈશાજુની બહાર ગાડીઓની લાંબી લાઇન જોવા મળી રહી છે. તમામ લોકો અહીં નૉન-વેજ ખરીદવા માટે પહોંચી રહ્યા છે. જ્યારે ચીનનની આ જ બજારોમાંથી કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. દક્ષિણ-પશ્ચિમ ચીનના ગુડલિન શહેરના મીટ બજારમાં લોકો ખરીદી માટે હજારોની સંખ્યામાં પહોંચી રહ્યા છે. અહીં અલગ-અલગ જાનવરોને પાંજરામાં બંધ જોઈ શકાય છે. અહીં લોકો કૂતરા અને બિલાડીઓનું માંસ વેચાતું જોવા મળ્યા.
આ પણ વાંચો, Password વગર પણ ઉપયોગ કરી શકો છો કોઈનું પણ WiFi, આ છે સરળ રીત