ચાઇનીઝ ડિલિવરીમેનનો Viral Video, પત્નીનાં કામનું ભારણ ઘટાડવા નોકરીમાં દીકરીને લઈ જાય છે સાથે

ચાઇનીઝ ડિલિવરીમેનનો Viral Video, પત્નીનાં કામનું ભારણ ઘટાડવા નોકરીમાં દીકરીને લઈ જાય છે સાથે
ચાઇનીઝ ડિલિવરીમેનનો આ વીડિયો ઇન્ટરનેટ પર લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે

લી ત્યારથી પોતાની બાળકીને ટુ-વ્હીલર પર સાથે રાખીને ફરે છે, જયારે તે 6 માસની હતી. લી તેની બાળકીને ડિલીવરી બોક્સમાં બેસાડતો હતો. જેમાં તે મુલાયમ ગાદી, દૂધની બોટલ અને ડાયપર પણ સાથે રાખતો

 • Share this:
  માતા-પિતા પોતાના બાળકને સાચવવા માટે ઘણી કઠિનાઈઓનો સામનો કરે છે. આવું જ કઈંક ચીનમાં પણ જોવા મળ્યું છે. લી નામનો એક યુવક તેની 2 વર્ષની પુત્રીને કામના સમયે પોતાના ડિલિવરી બોક્સ સાથે લઇ જાય છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ (South China Morning Post) શેર કરેલો આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે અને આ વિડીયોને 80 હાજર જેટલા વ્યૂઝ મળ્યા છે.

  લઈ જ્યારે ફૂડ ડિલિવરી (Delivery Man) કરવા નીકળે છે ત્યારે તે પોતાની બે વર્ષની બાળકીને સાથે લઈને જાય છે. લઈ અને તેની પત્ની મીટ માર્કેટમાં કામ કરે છે. તેઓ વારાફરતી તેમની પુત્રી સાથે રહીને સંભાળ રાખે છે. લી સવારે તેની પુત્રીનું ધ્યાન રાખે છે, જ્યારે તેની પત્ની સાંજના સમયે તેની પુત્રી સાથે રહીને તેની સંભાળ રાખે છે.  આ પણ વાંચો : Big News : સચિન તેંડુલકર હૉસ્પિટલમાં દાખલ, 5 દિવસ પહેલાં થયા હતા કોરોના સંક્રમિત

  લી ત્યારથી પોતાની બાળકીને ટુ-વ્હીલર પર સાથે રાખીને ફરે છે, જયારે તે 6 માસની હતી. લી તેની બાળકીને ડિલીવરી બોક્સમાં બેસાડતો હતો. જેમાં તે મુલાયમ ગાદી, દૂધની બોટલ અને ડાયપર પણ સાથે રાખતો હતો. લીનું કહેવું છે કે, યાત્રા દરમિયાન તેની પુત્રીએ ક્યારેય તેને હેરાન નથી કર્યો અને તેમણે બંનેએ વિતાવેલી દરેક ક્ષણનો આનંદ માણ્યો છે.  લીને લાગે છે કે તેની પુત્રી હંમેશા હસ્તી રહે છે અને વ્યસ્ત દિવસ દરમિયાન તેને પ્રોત્સાહિત કરે છે. તેણે સ્વીકાર્યું કે, તેમના માટે આ મુશ્કેલીઓનો સામનો કરવો સરળ નથી. તે બધા જ દુઃખો માટે પોતાને દોશી સમજે છે. જોકે, તેને એ પણ ખબર છે કે સમસ્યાઓ ઓછી કરવા માટે તેની પાસે કોઈ બીજો રસ્તો નથી.

  આ પણ વાંચો : પ્રેરણાત્ક કિસ્સો : આ છે સીમા, શિમલા-ચંદીગઢ રૂટ પર બસ ચલાવતી પ્રથમ મહિલા ડ્રાઈવર

  લી તેની પત્ની અને બાળકી સાથે એક ભાડાના રૂમમાં રહે છે. પરંતુ તેમનું માનવું છે કે, ખુશ રહેવા માટે વધુ પૈસા હોવાની જરૂર નથી. તેઓ પોતાની બાળકીના ભવિષ્ય માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ