Home /News /eye-catcher /

China Child Policy: ત્રીજા બાળકના જન્મ પર મળશે 11 લાખ રૂપિયા, બાળકની સંભાળ રાખવા માટે વર્ષભરની રજા પણ!

China Child Policy: ત્રીજા બાળકના જન્મ પર મળશે 11 લાખ રૂપિયા, બાળકની સંભાળ રાખવા માટે વર્ષભરની રજા પણ!

પહેલા ચીનનાં વસ્તીમાં વધારો થતા એક બાળક રાખવાની પોલિસી લાગુ કરવામાં આવી હતી. જેનાથી વસ્તી વધારો તો અટક્યો પણ તેની અર્થવ્યવસ્થા પર અસર પડવાની શરુ થઇ ગઈ હતી (પ્રતિકાત્મક તસવીર)

China Population - લોકોએ નવજાત શિશુના જેન્ડર જોઈને એબોર્શન કરાવ્યા, જેના કારણે યુવક અને યુવતીઓનો રેશિયા બગડી ગયો છે

    આપણા દેશમાં જ્યાં વધી રહેલી જનસંખ્યા (Population Explosion) એક મોટી સમસ્યા બની ગઈ છે. જ્યારે પડોશી દેશ ચીનમાં (China)વૃદ્ધોની જનસંખ્યા વધવી અને યુવાનોની જનસંખ્યાની (Population Ratio Problem)ટકાવારી ઘટવી ચિંતાનો વિષય બની ગયું છે. આવામાં હવે થર્ડ ચાઇલ્ડ પોલિસી (Third Child Policy)ઇંટ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત ચીનના પરિવારોને ત્રીજા બાળકના જન્મ આપવા પર પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

    પહેલા ચીનનાં વસ્તીમાં વધારો થતા એક બાળક રાખવાની પોલિસી લાગુ કરવામાં આવી હતી. જેનાથી વસ્તી વધારો તો અટક્યો પણ તેની અર્થવ્યવસ્થા પર અસર પડવાની શરુ થઇ ગઈ હતી. હવે ચીન આ પોલિસીને ખતમ કરીને દેશના યુવા પરિવારોને બે કે ત્રણ બાળક કરવા પર પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ માટે મે માં ચીનમાં ત્રીજી બાળકની પોલિસી લાવવામાં આવી છે. અહીંની એક કંપનીએ પોતાના કર્મચારીઓને ત્રીજા બાળકના જન્મ પર બોનસ આપવા અને મહિલા કર્મચારીઓને વર્ષભરની રજાઓ આપવાની ઓફર આપી છે.

    ત્રીજુ બાળક જન્મવા પર 11.5 લાખનું બોનસ

    Beijing Dabeinong Technology Group નામની કંપનીએ પોતાના કર્મચારીઓને ત્રીજા બાળક જન્મવા પર 90,000 યુનાન એટલે કે ભારતીય મુદ્રામાં 11.50 લાખ રૂપિયા બોનસ આપવાની ઓફર કરી છે. આટલું જ નહીં જે મહિલા ત્રીજા બાળકને જન્મ આપી રહી છે તેને વર્ષભરની રજા આપવામાં આવશે. જ્યારે પુરુષ કર્મચારીને બાળખને દેખરેખ રાખવા માટે 9 મહિનાની રજા આપવામાં આવશે. આટલું જ નહીં જે કર્મચારી બીજા બાળકને જન્મ આપે તેને પણ 60,000 યુનાન એટલે કે 7 લાખ રૂપિયાનું બોનસ મળશે અને પ્રથમ બાળકના જન્મ પર લોકોને 30 હજાર યુનાન એટલે કે 3.5 લાખ રૂપિયા બોનસ આપવામાં આવશે.

    આ પણ વાંચો - શું તમે પણ ફૂડ એપથી વારંવાર ખાવાનું મંગાવો છો તો ચેતી જાવ, WHOએ કર્યો ચોંકાવનારો ખુલાસો!

    જનસંખ્યા ઘટના ચીનને થઇ પરેશાની

    ક્યારેક વસ્તી વધારાથી પરેશાન ચીન હવે વસ્તીના ઘટાડાથી પરેશાન છે. વન ચાઇલ્ડ વન પોલિસીના કારણે ચીનમાં જેન્ડર રેશિયો ખરાબ થયો અને અર્થવ્યવસ્થામાં પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. લોકોએ શિશુનું જેન્ડર જોઈને એબોર્શન કરાવ્યા. જેના કારણે યુવક અને યુવતીઓનો રેશિયા બગડી ગયો છે. આ જ કારણે ચીને જાન્યુઆરી 2016માં વન ચાઇલ્ડ પોલિસીને ખતમ કરી દીધી છે અને મે 2021થી ચીનમાં ત્રીજા બાળકના જન્મને મંજૂરી આપી દીધી છે. જનગણના પ્રમાણે 2020માં ચીનમાં 12 મિલિયન બાળકોનો જન્મ થયો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: China India, Population

    આગામી સમાચાર