Home /News /eye-catcher /

ચાઇનીઝ કંપનીનો 'ટકાઉ' આઇસ્ક્રીમ! 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ નથી પીગળતો

ચાઇનીઝ કંપનીનો 'ટકાઉ' આઇસ્ક્રીમ! 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ નથી પીગળતો

ગરમીમાં પણ નથી પીગળતો આઇસ્ક્રીમ.

Chinese brand ice creams: બ્રાન્ડે વેઇબો પોસ્ટમાં જણાવ્યું હતું કે "અમારું માનવું છે કે આઇસ્ક્રીમને બેક કરી, ડ્રાય કરી અથવા ગરમ કરીને ગુણવત્તાનો નિર્ણય કરવો એ વૈજ્ઞાનિક નથી."

બેઇજિંગ: સામાન્ય ગરમી લાગતા ગમે તેવું આઇસ્ક્રીમ પીગળવા લાગે છે. પરંતુ હાલ એક ચાઇનીઝ આઇસ્ક્રીમ બ્રાન્ડ (Chinese Ice Cream Brand) ચર્ચાનો વિષય બની છે અને ઇન્ટરનેટ જગતમાં પણ કૂતુહલ જાગ્યું છે. એક સમયે "હર્મીસ ઓફ આઇસક્રીમ" (Hermes of ice cream) તરીકે ઓળખાતી એક ચાઇનીઝ બ્રાન્ડ ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઇ ગઇ હતી. અમુક યૂઝર્સે દાવો કર્યો હતો કે, તેના કેટલાક ઉત્પાદનો ગરમી આપવા છતાં પીગળતા (products do not melt) નથી. જ્યારે તેને બ્લોટોર્ચ સાથે બેક કરવામાં આવે છે ત્યારે પણ તેની અસર થશે નહીં. આઈસ્ક્રીમની પાસે જ્યારે લાઈટર રાખવામાં આવ્યું હતું, ત્યારે પણ તે પીગળતી નથી તેવું દર્શાવતા વીડીયો વાયરલ (Viral Video) થયા હતા. જે દર્શાવે છે કે જ્યારે 31 ડિગ્રી સેલ્સિયસ (88 ડિગ્રી ફેરનહીટ) રૂમમાં એક કલાક માટે અથવા ખૂબ જ ગરમ વરાળ હેઠળ રાખવામાં આવે ત્યારે પણ તે સંપૂર્ણપણે ઓગળતો નથી.

જોકે, આ ફૂટેજ ઓનલાઇન ચર્ચાઓનો વિષય બન્યો હતો. જેના કારણે વપરાશકર્તાઓએ કંપનીના ઊંચા ભાવો અને ઉત્પાદનોને એડિટિવ્સથી ઓવરલોડ કરવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. ચાઇનીઝમાં "ઝોંગ ક્ષુ ગાઓ" તરીકે ઓળખાતી ચીસક્રીમની સૌથી મોંઘી પ્રોડક્ટ- 66 યુઆન (10 ડોલર)ની છે. કંપનીએ બુધવારે કહ્યું હતું કે તેના ઉત્પાદનો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા નિયમોને અનુરૂપ છે.

આ પણ વાંચો: 45 સેકન્ડની ચેલેન્જ! કાચબાઓ વચ્ચે સાપને શોધી બતાવો

બ્રાન્ડે વેઇબો પોસ્ટમાં જણાવ્યું હતું કે "અમારું માનવું છે કે આઇસ્ક્રીમને બેક કરી, ડ્રાય કરી અથવા ગરમ કરીને ગુણવત્તાનો નિર્ણય કરવો એ વૈજ્ઞાનિક નથી." જેણે 168,000થી વધુ લાઇક્સ મેળવી હતી. એએફપી આ વીડિઓઝને ચકાસી શક્યું ન હતું અને સ્ટેબિલાઇઝર્સ - માળખાને જાળવવા માટે સામાન્ય રીતે મોટાપાયે ઉત્પાદિત આઇસ્ક્રીમમાં ઉપયોગમાં લેવાતા ફૂડ એડિટિવને યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઉપયોગ માટે વ્યાપકપણે મંજૂરી આપવામાં આવી છે.


સિનિયર નેશનલ ફૂડ ઇન્સ્પેક્ટર વાંગ સિલુએ એમ પણ કહ્યું હતું કે આઇસ્ક્રીમને ઘટ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો સલામત છે. ચિસેક્રેમે મેગ્નમ અને હેગન-ડાઝ જેવી પશ્ચિમી બ્રાન્ડના ચાઇનીઝ વિકલ્પ તરીકે પોતાને પ્રમોટ કરી છે, જેમાં માનવામાં આવતા કુદરતી ઘટકો અને સ્થાનિક રીતે પ્રેરિત પ્રોડક્ટ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
First published:

Tags: આઇસ્ક્રીમ, ચીન, વાયરલ વીડિયો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन