Lockdown : 5 મહિના ઘરે રહી ચીનના આ વ્યક્તિનું વજન થયું 280 કિલો

News18 Gujarati
Updated: June 13, 2020, 6:50 PM IST
Lockdown : 5 મહિના ઘરે રહી ચીનના આ વ્યક્તિનું વજન થયું 280 કિલો
ઝોઉની તસવીર

વર્ષ 2019ના અંત સુધીમાં ઝોઉનું વતન 177 કિલોગ્રામ હતું.

  • Share this:
જ્યાં એક તરફ દુનિયામાં કોરોના પ્રકોપ વધી રહ્યો છે. અને લોકોને લોકડાઉનમાં ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં જ બીજી તરફ હકીકતો તેવી પણ બહાર આવી રહી છે કે લોકો ઘરે રહીને ખાઇ ખાઇને જાડા થઇ રહ્યા છે. અને મોટાપાના શિકાર થવાના કારણે અનેક શારિરીક તકલીફોમાંથી પસાર થિ રહ્યા છે. આવું જ કંઇક ચીનના વુહાન શહેરમાં પણ એક વ્યક્તિ સાથે થયું છે. જે 5 મહિના લોકડાઉનના કારણે ઘરે રહ્યો અને તેનું વજન એટલું વધી ગયું કે ના તે ઊભો થઇ શકે છે કે ના તે હરી ફરી શકે છે. લોકડાઉનના કારણે વુહાન શહેરમાં ઘરમાં કેદ 26 વર્ષના એક વ્યક્તિના વજન અચાનક 100 કિલોગ્રામ વધી ગયું. શહેરમાં કોરોના વાયરસના કારણે વધતા દર્દીઓની વચ્ચે આ વ્યક્તિ પણ પોતાની સારવાર કરવામાં મોડું કર્યું.

ડેલી મેલમાં છપાયેલી એક ખબર મુજબ આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે 280 કિલોગ્રામના ઝોઉને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અને આ સાથે જ ઝોઉ વુહાન શહેરનો સૌથી વધુ વજન વાળો વ્યક્તિ બની ગયો. ડૉક્ટરોએ જણાવ્યું કે વર્તમાન સમયમાં ઝોઉનું વજન લગભગ 280 કિલોગ્રામ છે.

ઝોઉ શહેરના એક ઇન્ટરનેટ કેફેમાં કામ કરતો હતો. લોકડાઉનના કારણે તેણે 5 મહિના ઘરે જ રહેવું પડ્યું. આ સમયે તેના વજનમાં વુદ્ધિ થઇ ગઇ. ઝોઉના પરિવારજનોએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન અચાનક જ વજન વધવાના કારણે તેને અનેક મુશ્કેલીઓ થઇ રહી છે અને હરી ફરી પણ નથી શકતો.

વર્ષ 2019ના અંત સુધીમાં ઝોઉનું વતન 177 કિલોગ્રામ હતું. અને જાન્યુઆરીમાં જ્યારે વુહાન શહેરમાં કોરોના સંક્રમણના કારણે લોકડાઉનની જાહેરાત કરી તો તે પછી ઝોઉનું વજન 100 કિલોગ્રામ સુધી વધી ગયું. પણ કોરોના સંક્રમણના કારણે તે પોતાની સારવાર ન કરાવી શક્યો અને તેની સ્થિતિ વધુ બગડી ગઇ.
First published: June 13, 2020, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading