મોલમાં ભાગતી મહિલા શાર્ક ટેન્કમાં પડી ગઈ, વાયરલ થયો દર્દનાક Video

News18 Gujarati
Updated: October 19, 2018, 7:53 AM IST
મોલમાં ભાગતી મહિલા શાર્ક ટેન્કમાં પડી ગઈ, વાયરલ થયો દર્દનાક Video
સાર્ક માછલીના ટેન્કમાં જઈ પડી મહિલા

આ ઘટના 15 ઓક્ટોબરની જણાવવામાં આવી રહી છે, આ ઘટના જિયાક્સિંગ મોલની છે.

  • Share this:
ચીનના એક મોલનો દર્દનાક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ભોજનના સમયે શાર્ક ટેન્કમાં પડી ગઈ. જોકે, મહિલા નશીબદાર રહી કે, તેને સમયસર બચાવી લેવામાં આવી. આ ઘટના 15 ઓક્ટોબરની જણાવવામાં આવી રહી છે, આ ઘટના જિયાક્સિંગ મોલની છે.

ચીનના સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા ભાગતી જોવા મળી રહી છે. આ સમયે તે અચાનક નીચે પડે છે, જે જગ્યા શાર્કને ભોજન આપવા માટે બનાવવામાં આવી છે. વેબસાઈટ ઈન્ડીપેન્ડેન્ટ અનુસાર, મહિલા મોલની જ કર્મચારી છે. તે મીટિંગમાં જવા ઉતાવળમાં હતી, અને શાર્કને ભોજન આપવાની જગ્યા ખુલી રહી ગઈ હતી.

શાર્ક ટેન્કમાં પડ્યા બાદ મહિલા થોડો સમય પાણીમાં તરતી રહી, આ સમયે બે શાર્ક તેની આસ-પાસ ફરતી રહી. આ દરમ્યાન સિક્યોરિટી ગાર્ડે સમયસૂચકતા દેખાડી તેને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી.ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, મોલના પ્રવક્તાએ જણાવ્યું કે, શાર્કને ભોજન કરાવતા સમયે આ જગ્યા બંધ રાખવામાં આવે છે, પરંતુ તે દિવસે મોલના કર્મચારીઓ મીટિંગમાં જવા માટે ઉતાવળમાં હતા.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે જૂનમાં એક ઈંસ્ટાગ્રામ મોડલને શાર્ક સાથે તરવાનું ભારે પડી ગયું હતું, કારણ કે શાર્ક તેનો હાથ કાપી નાખ્યો હતો.
First published: October 18, 2018, 8:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading