VIDEO: પ્રખ્યાત બનાવ માટે ખાવા લાગી જીવતો ઓક્ટોપસ, દાવ પડી ગયો ઉલટો

News18 Gujarati
Updated: May 9, 2019, 5:17 PM IST
VIDEO: પ્રખ્યાત બનાવ માટે ખાવા લાગી જીવતો ઓક્ટોપસ, દાવ પડી ગયો ઉલટો
ચાઈના યુવતી (ફોટો - વીડિયો સ્ક્રિન સોર્ટ)

કેટલાએ લોકોએ મહિલાની ટિકા પણ કરી. તેમનું કહેવું છે કે, યુવતીએ જીવતો ઓક્ટોપસ ન ખાવો જોઈએ.

  • Share this:
ચીનની એક યુવતીએ લાઈવ સ્ટ્રીમિંગ દરમ્યાન જીવતો ઓક્ટોપસ ખાઈને બતાવી રહી હતી, પરંતુ તેની આ કોશિસ તેના પર જ ભારે પડી ગઈ. ચીનની મહિલા બ્લોગરે જેવું તેને ખાવાની કોશિસ કરી, ઓક્ટોપસ તેને જ ખાવા લાગ્યો. ઓક્ટોપસ તેનો ચહેરો ખાવા લાગ્યો, પોતાની જાતને બચાવવા માટે મહિલાએ ખુબ મહેનત કરવી પડી.

આ વીડિયો સૌથી પહેલા ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો, ત્યારબાદ તે વાયરલ થઈ ગયો. કેટલાએ લોકોએ મહિલાની ટિકા પણ કરી. તેમનું કહેવું છે કે, યુવતીએ જીવતો ઓક્ટોપસ ન ખાવો જોઈએ.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહિલાએ જેવું ઓક્ટોપસ ખાવાનું શરૂ કર્યું, તેની થોડી જ મિનીટમાં તે ચિસો પાડવા લાગી.



મહિલા કેમેરા પર ચીસો પાડતા કહી રહી હતી કે, તે ખુબ દર્દનાક છે. હું તેને છોડાવી નથી શકી રહી. મહિલાઓ ચીસો પાડતા કહ્યું મારો ચહેરો ખરાબ થઈ ગયો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઓક્ટોપસે તેના ચહેરાને પકડી દીધો, મુશ્કેલીથી તે પોતાને ઓક્ટોપસથી બચાવી શકી, તેણે જોયુ તો તેના ચહેરા પરથી સામાન્ય લોહી નીકળી રહ્યું હતું.
First published: May 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...