Home /News /eye-catcher /

જન્મના 5મા દિવસે જ દીકરીને આવ્યા પીરિયડ્સ! બાળકીને તેડીને હોસ્પિટલ દોડી મા, ડોક્ટર્સે આવું કહ્યું

જન્મના 5મા દિવસે જ દીકરીને આવ્યા પીરિયડ્સ! બાળકીને તેડીને હોસ્પિટલ દોડી મા, ડોક્ટર્સે આવું કહ્યું

દીકરીના ડાયપરમાં લોહી જોઈને ગભરાઈ ગઈ હતી મા (પ્રતીકાત્મક ફોટો)

Girl Gets Periods 5 Days After Birth: જો તમને કહેવામાં આવે કે જન્મના 5 દિવસ બાદ પણ છોકરીઓને પીરિયડ્સ આવી શકે છે તો? તમને લાગશે કે આ સાચું નથી, પણ તાજેતરમાં આવો જ એક કિસ્સો બન્યો છે.

    Girl Gets Periods 5 Days After Birth: એક છોકરીનું શરીર જેમ જેમ યુવાવસ્થામાં (Girls Puberty Age)માં પગ મૂકે છે, તેમ તેનામાં કેટલાય પ્રકારના પરિવર્તન જોવા મળે છે. ફિઝિકલી આવનારા પરિવર્તનમાં પીરિયડ્સ (Puberty Periods)નું આવવું પણ સામેલ છે. છોકરીઓ જ્યારે યુવાવસ્થા કે પ્યૂબર્ટી હિટ કરે છે ત્યારે માસિક આવવું સામાન્ય છે. પરંતુ ચીનમાં એક એવો મામલો સામે આવ્યો જેણે બધાને આશ્ચર્યમા મૂકી દીધા. ચીન (China)માં રહેનારી એક મહિલાએ પોતાની પાંચ દિવસની દીકરીને પીરિયડ્સ આવ્યા બાદ હોસ્પિટલમાં એડમિટ કરાવી હતી. હા, મહિલાની દીકરી માંત્ર પાંચ દિવસની હતી અને તેના પીરિયડ્સ (Girl Gets Periods 5 Days After Birth) આવી ગયા હતા.

    આ ઘટના 2019ની છે. ચીનના જહેજિઆંગ પ્રાંતમાં રહેતી એક મા પાંચ દિવસની નવજાતને લઈને હોસ્પિટલ પહોંચી હતી. મહિલાની દીકરીના પીરિયડ્સ આવવા લાગ્યા હતા. જન્મના માત્ર પાંચ દિવસની અંદર દીકરીને બ્લીડ કરતા જોઈને મહિલા ગભરાઈ ગઈ. તે દોડતી દોડતી હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર્સે બાળકીને જોઈને તેને નોર્મલ કહી. હોસ્પિટલના ડોક્ટર્સ મુજબ, આ ગભરાવાની વાત નથી. તમે વિચારી રહ્યા હશો કે પાંચ દિવસની છોકરીને પીરિયડ્સ આવવા કઈ રીતે નોર્મલ હોઈ શકે છે?

    ડોક્ટર્સ આ ઘટનાને સામાન્ય કહી

    ચાઇના પ્રેસે આ સમાચાર છાપ્યા હતા. પેરેન્ટ્સને જ્યારે ડોક્ટર્સે જણાવ્યું કે આ નોર્મલ છે તો એ વખતે તો તેઓ પણ નહોતા સમજી શક્યા. બાદમાં ડોક્ટર્સે કહ્યું કે તેને Neonatal Menstruation કહેવાય છે. ચીનના હાંગ્ઝોઉના ફર્સ્ટ હોસ્ટિપલમાં કામ કરનારા ડો. વાંગે આ ઘટનાને ડિટેલમાં સમજાવી. તેમણે કહ્યું કે, કેટલીક વાર પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓમાં ભ્રૂણની અંદર એસ્ટ્રોજન ચાલ્યું જાય છે. આ એસ્ટ્રોજન લોહીની જેમ બાળકીની યોનીમાંથી બહાર નીકળે છે. આવું મોટાભાગની દીકરી ભ્રૂણ સાથે થાય છે.

    આ પણ વાંચો: World’s First Tesla Baby: ઓટોપાયલટ મોડમાં ચાલી રહી હતી Tesla કાર, ફ્રન્ટ સીટ પર મહિલાએ આપ્યો બાળકીને જન્મ

    જન્મ્યા બાદ એસ્ટ્રોજનના કારણે બ્લીડ કરે છે બાળકીઓ

    જ્યારે આ એસ્ટ્રોજન નીકળે છે તો લોકો તેને જ પીરિયડ્સ સમજી લે છે અને ગભરાઈ જાય છે, પરંતુ ખરેખર તે એક સપ્તાહ સુધી હોય છે. જ્યારે એસ્ટ્રોજન નીકળી જાય છે ત્યાર પછી તે બાળકી બ્લીડ કરવાનું બંધ કરી દે છે. એટલે કે જો જન્મ બાદ બાળકીના યોનિમાંથી લોહી નીકળે તો તેને જોઈને ગભરાવવાની જરૂર નથી. આ બિલકુલ નોર્મલ વાત છે. આ વાતની જાણકારી મોટાભાગના વાલીઓને નથી હોતી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Baby girl, OMG News, Shocking news, Viral, ચીન

    આગામી સમાચાર