વ્યક્તિએ બેન્કમાંથી 5 કરોડ 16 લાખ રૂપિયા ઉપાડ્યા, જમીન પર બેસાડીને સ્ટાફ પાસે એક-એક નોટ ગણાવી!
વ્યક્તિએ બેન્કમાંથી 5 કરોડ 16 લાખ રૂપિયા ઉપાડ્યા, જમીન પર બેસાડીને સ્ટાફ પાસે એક-એક નોટ ગણાવી!
ચીનના એક અબજોપતિએ પોતાના બેંક અકાઉન્ટમાંથી 5 કરોડ 16 લાખ રૂપિયા (Millionaire withdraws 5 crore from bank) કાઢી લીધા. (Image- Asiawire)
ચીન (China)થી એક બહુ વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક અબજોપતિએ પોતાના બેંક અકાઉન્ટમાંથી 5 કરોડ 16 લાખ રૂપિયા (Millionaire withdraws 5 crore from bank) કાઢી લીધા. એ પછી એ વ્યક્તિએ સ્ટાફને એ પૈસા હાથેથી ગણીને આપવા કહ્યું.
નવી દિલ્હી: દુનિયામાં આપણને એવી કેટલીય વ્યક્તિ જોવા મળે છે જેની હરકતો જોઈને આશ્ચર્ય થયા વગર ન રહે કે આખરે કોઈ વ્યક્તિ આ કામ કઈ રીતે કરી શકે છે. ચીન (China)થી તાજેતરમાં એક બહુ જ વિચિત્ર ઘટના સામે આવી. આ ઘટનાના ફોટોઝ પણ સોશ્યલ મીડિયા (social media) પર વાયરલ (viral) થઈ રહ્યા છે. ફોટોઝમાં તમે જોઈ શકો છો કે કેટલાંક લોકો જમીન પર બેસીને પૈસા ગણી રહ્યા હતા. તેનું કારણ જ્યારે તમને ખબર પડશે તો તમે હસવું રોકી નહીં શકો. વાત એમ છે કે ચીનના એક અબજોપતિ માણસે ગુસ્સામાં પોતાના બેંક અકાઉન્ટમાંથી બધા પૈસા કાઢી લીધા અને બેંક કર્મચારીઓને પૈસા હાથેથી ગણીને તેને બ્રીફકેસમાં ભરવાનું કહ્યું. તેનું કારણ પણ અજીબ હતું.
સોશ્યલ મીડિયા પર આ અબજોપતિ વ્યક્તિની ઓળખ સનવિયર (SunWear)ના નામથી થઈ. તેણે ગુસ્સામાં પોતાના બેંક અકાઉન્ટમાંથી બધા જ પૈસા કાઢી લીધા અને કર્મચારીઓને એ પૈસા ગણીને બેગમાં ભરવાનું કહ્યું. આ ઘટનાના ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોઝને બેંકના સ્ટાફે જ પોસ્ટ કર્યા હતા. સનવિયર નામની વ્યક્તિએ પોતાના ખાતામાંથી 5 કરોડ 16 લાખ રૂપિયા કેશ કાઢ્યા હતા. તેનું ખાતું બેંક ઓફ શાંઘાઈમાં હતું. પાછું આ ઘટનાનું કારણ માસ્ક હતું! સનવિયર કોઈ કામથી બેંક ગયો હતો અને ત્યાં સિક્યોરીટી ગાર્ડે તેને માસ્ક લગાવવાનું કહ્યું હતું. આ વાતથી ચિડાઈને તેણે પોતાની સેવિંગ્સ બેન્કમાંથી કાઢી લીધી.
બેંક સ્ટાફે એક-એક નોટ ગણીને બેગમાં ભરી.
એ વ્યક્તિના કહેવાથી કેટલાય કર્મચારીઓ ફ્લોર પર બેસીને નોટ ગણતા જોવા મળ્યા હતા. આટલી બધી નોટો ગણવામાં ઘણો સમય લાગશે પણ સનવિયરનું કહેવું છે કે તે દરરોજ બેંક આવશે અને આ બધી નોટોને ત્યારે જ લઈ જશે જ્યારે તેને હાથેથી ગણીને બેગમાં ભરવામાં નહીં આવે. જોકે, એ વ્યક્તિનું કહેવું છે કે આ ઘટનાને માસ્ક સાથે કંઈ લેવાદેવા નથી. બેન્કના કર્મચારીનું વલણ બહુ ખરાબ છે અને તેમને પાઠ ભણાવવા માટે જ તેણે બધા પૈસા કાઢી લીધા છે.
હાથથી નોટ ગણી તેને બેગમાં ભરીને સનવિયરની કારમાં લોડ કરતા કર્મચારી
સનવિયરનું કહેવું છે કે જ્યાં સુધી કર્મચારી બધા પૈસા હાથેથી ગણીને નહીં દે ત્યાં સુધી તે નોટ નહીં લઈ જાય. આ ઉપરાંત તે કેશ લઈને બીજી બેંકમાં જમા કરાવશે. આ ઘટનાના ફોટોઝ ચીની મીડિયા વીબો પર શેર કરવામાં આવી હતી. સત્ય શું છે એ તો સમય આવ્યે ખબર પડશે પણ હાલમાં તો લોકો આટલા બધા પૈસાને હાથેથી ગણતા જોઈને અચંબામાં પડી ગયા છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર