VIDEO : દીકરી હોમવર્ક કરે છે કે નહીં, પિતાએ પઢાવેલો ડૉગી રાખે છે ધ્યાન!

News18 Gujarati
Updated: May 14, 2019, 11:26 AM IST
VIDEO : દીકરી હોમવર્ક કરે છે કે નહીં, પિતાએ પઢાવેલો ડૉગી રાખે છે ધ્યાન!
દીકરી પર નજર રાખી રહેલો ડોગી

બાળકી હોમવર્ક કરવાને બદલે પોતાના મોબાઇલમાં જુએ કે અન્ય કામ કરે તો તે તેના માલિકને અલર્ટ કરી દે છે.

  • Share this:
બેઇઝિંગ : માતાપિતા માટે બાળકોનું હોમવર્ક કરાવવાનું કામ સૌથી અઘરું હોય છે. દરેક માતાપિતા તેમના સંતાનો સ્કૂલેથી ઘરે આવ્યા બાદ હોમવર્ક કરે છે કે નહીં તેના પર ધ્યાન રાખતા હોય છે. જોકે, ચીનના એક વ્યક્તિને તેની દીકરી હોમવર્ક કરે છે કે નહીં તેની કોઈ જ ચિંતા નથી! કારણ એવું છે કે તેણે પોતાના ડૉગીને એવી તાલિમ આપી છે કે તે તેની દીકરીના હોમવર્ક પર નજર રાખે છે. આ અંગેનો વીડિયો તાજેતરમાં ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

આ ડોગીનું નામ ફન્તૌન છે. તેને એવી તાલિમ આપવામાં આવી છે કે જ્યારે જ્યારે તેના માલિકની દીકરી હોમવર્ક કરે છે ત્યારે તે પોતાના આગળના પગ ટેબલ પર રાખીને તેના પર નજર રાખે છે. બાળકી હોમવર્ક કરવાને બદલે પોતાના મોબાઇલમાં જુએ કે અન્ય કામ કરે તો તે તેના માલિકને અલર્ટ કરી દે છે.

ઝૂ લિયાંગ પોતાના ડોગી વિશે કહે છે કે, "ડોગી જ્યારે નાનો હતો ત્યારે મેં તેને બિલાડી ભોજન ન ખાઈ જાય તે માટેની તાલિમ આપી હતી. એક દિવસ મને માલુમ પડ્યું હતું કે મારી દીકરી હોમવર્ક કરતી હતી ત્યારે ખૂબ નખરા કરતી હતી. આથી મારા દિમાગમાં વિચાર આવ્યો અને ફન્તૌનને મેં આ અંગેની તાલિમ આપી. મેં તેને એવી તાલિમ આપી છે કે મારી દીકરી હોમવર્ક કરે છે ત્યારે તે તેના પર નજર રાખે છે."



ઝૂ લિયાંગની દીકરી જણાવે છે કે, "ડોગીનો સાથ હોવાથી હવે મને હોમવર્ક કરવામાં કંટાળો નથી આવતો. મને તેનાથી કોઈ પરેશાની પણ નથી થતી. તેનો સાથ મને મારા ક્લાસમેટની યાદ અપાવે છે."
First published: May 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...