અનેક વખત તમે પર્વતો વચ્ચે રસ્તો પસાર થતો જોયો હશે. નદી ઉપરથી ટ્રેનને પસાર થતી જોઈ હશે, પરંતુ અત્યારે તમે ક્યારેય પર્વતો ઉપર એરપોર્ટને જોયુ છે.
પર્વતો ઉપર એરપોર્ટની કલ્પના તમે ક્યારેય નહીં કરી હોય, પરંતુ આ વિચિત્ર કામની શરૂઆત ચીને કરી છે. ચીન લગભગ છ હજાર ફૂટ ઊંચી પહાડની ટોચ પર એરપોર્ટ બનાવી રહ્યું છે.
ચીનના ચોંગકિંગ ખાતે વુશાન તાલુકામાં છેલ્લા છ વર્ષથી તેને તૈયાર કરવામાં આવે છે. ત્યાના તાઓહુઆ પર્વતની ટોચ પર એક રનવે વાળા એરપોર્ટને આગામી વર્ષમાં વિમાનની અવરજવર માટે ખુલ્લુ મુકવામાં આવશે.
આ રનવે 2600 મીટર લાંબો અને 45 મીટર વિશાળ હશે. આ એરપોર્ટ આ જ મહિના અંત સુધીમાં પૂરી થવાની આશા છે અને આગામી વર્ષ સુધી પહાડની ટોચ પર બનેલા એરપોર્ટ પર વિમાન પણ ઉડ્ડયન ભરશે.
આ એરપોર્ટને બનાવવા માટે 2000 લોકો સાથે 800 મશીનને લગાવવામાં આવ્યા છે, જેથી એરપોર્ટ નિર્ધારિત સમય સુધીમાં તૈયાર થઇ શકે.
" isDesktop="true" id="774369" >
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર