Home /News /eye-catcher /ચીનનો એક એવો ક્રૂર તહેવાર, જ્યાં 10 દિવસમાં હજારો કૂતરા મારી નાંખવામાં આવે છે

ચીનનો એક એવો ક્રૂર તહેવાર, જ્યાં 10 દિવસમાં હજારો કૂતરા મારી નાંખવામાં આવે છે

પ્રતિકાત્મક તસવીર (pixabay)

ઈતિહાસકારો અનુસાર ચીનમાં 7,000થી અધિક વર્ષોથી કૂતરાનું માંસ ખાવામાં આવે છે. કૂતરાને અલગ અલગ પ્રકારે પકવીને ખાઈ શકાય છે, જેમાં પ્રેસ્ડ ડોગ રેસિપી સૌથી વધુ ક્રૂર છે

કોરોના હજુ સુધી ગયો નથી અને આ પરિસ્થિતિ વચ્ચે ચીનના યુલિન પ્રાંતમાં દુનિયાનો સૌથી મોટો ડોગ મીટ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. જ્યાં 10 દિવસ સુધી બજારમાં ડોગ મીટ મળશે. આ 10 દિવસમાં ચીનમાં હજારો કૂતરાઓને મારી નાખવામાં આવતા હોવાનું અનુમાન છે. એનિમલ રાઈટ્સ સંસ્થાએ આ મુદ્દો અનેકવાર ઉઠાવ્યો છે. ચામાચીડિયાના કારણે કોરોના ફેલાયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ચીન સંપૂર્ણપણે શંકાના ઘેરામાં છે. તેમ છતાં કૂતરા ખાવાનો ઉત્સવ શાનથી મનાવવામાં આવી રહ્યો છે.

કૂતરાને બચાવવાના અભિયાનની કોઈ અસર નહીં

ચીનમાં કામ કરનાર એનિમલ એક્ટિવિસ્ટે તાજેતરમાં જ એક ટ્રકને પકડ્યો છે, જેમાં લગભગ 70 કૂતરાઓને યુલિન લઈ જવામાં આવતા હતા. આ કૂતરાઓનો જીવ નસીબથી બચી ગયો, પરંતુ દરેક કૂતરા નસીબવાળા નથી. આવનારા દિવસોમાં કૂતરાઓને મારી નાંખવામાં આવશે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં સોમવારથી શરૂ થયેલ ડોગ મીટ ફેસ્ટિવલમાં પશુઓ પર થતી ક્રૂરતા વિશે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી છે.

ચીની ડોગ મીટને અધ્યાત્મ સાથે જોડે છે

આ ડોગ મીટ ફેસ્ટિવલ 30 જૂન સુધી ચાલશે. આ ફેસ્ટિવલ ચીનમાં અધિકૃત તહેવાર નથી, પરંતુ સમગ્ર દેશમાં આ તહેવાર લોકપ્રિય છે. ચીનના યુલિન પ્રાંતમાં થતા આ તહેવારમાં અનેક લોકો સામેલ થઈ રહ્યા છે. કૂતરાથી લઈને અનેક પાલતુ અને જંગલી પ્રાણીઓનું માંસ મોજથી ખાતા લોકો આ દેશમાં ડોગ મીટને મટન ઓફ ધ અર્થ કહે છે. લોકો કૂતરાના માંસમાં આધ્યાત્મિક તાકાત જોવે છે અને ઈશ્વર સાથે જોડાવા માટે કૂતરાનું માંસ ખાવા માટે ભાર મુકે છે. તેઓ માને છે કૂતરાનું માંસ માત્ર આત્માને જ નહીં, પરંતુ શરીરને પણ તંદુરસ્ત રાખે છે. જ્યાં અનેક પ્રકારે નમકીન સાથે ગળી ડીશ બનાવીને પણ આપવામાં આવે છે.

લીચી અને લોકલ શરાબ મળે છે

યુલીન પ્રાંતમાં થતા આ તહેવારને “Lychee and Dog Meat” ફેસ્ટિવલ પણ રહે છે. જેમાં કૂતરાની સાથે તાજી લીચીઓ અને અલગ અલગ પ્રકારની શરાબ પણ આપવામાં આવે છે. જો કોઈ ગ્રાહક ઈચ્છે તો જીવિત કૂતરાને પિંજરા સહિત ઘરે લઈ જઈને પકવીને ખાઈ શકે છે.

આ પણ વાંચો - નડીયાદ : 4 વર્ષના દીકરાની બાધા પૂરી કરીને પરત આવતા અકસ્માત નડ્યો, ઘરેથી 13 કી.મી. ના અંતરે જ 3 ના મોત

કૂતરાનું માંસ પકવવાની ક્રૂર રેસિપી

ઈતિહાસકારો અનુસાર ચીનમાં 7,000થી અધિક વર્ષોથી કૂતરાનું માંસ ખાવામાં આવે છે. કૂતરાને અલગ અલગ પ્રકારે પકવીને ખાઈ શકાય છે, જેમાં પ્રેસ્ડ ડોગ રેસિપી સૌથી વધુ ક્રૂર છે. આ રેસિપીમાં કૂતરાની ચામડી કાઢીને તેને પીટીને આખી રાત મેરિનેટ કરવામાં આવે છે અને ત્યારબાદ પકવવામાં આવે છે. જે માટે ચીન અને પડોશી દેશમાંથી કૂતરાની તસ્કરી કરવામાં આવે છે.

આખા વર્ષમાં ચીનના લાખો લાખો કૂતરા ખાઈ જાય છે

કૂતરાને એક જગ્યા પર એકત્રિત કર્યા બાદ તેમને નાના પાંજરામાં રાખવામાં આવે છે અને દિવસ નજીક આવતા કૂતરાને પાંજરામાંથી બહાર કાઢીને તેમને સજા આપવામાં આવે છે. આ કૂતરા શાકભાજીની જેમ કાપવામાં આવે છે. ઇન્ડિયા ટાઈમ્સના રિપોર્ટ્સ અનુસાર 10 દિવસમાં 10 હજારથી અધિક કૂતરાને મારી નાખવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન ચીની લોકો 10થી 20 મિલિયન કૂતરાને મારીને ખાઈ જાય છે

તહેવારનો ઈતિહાસ

વર્ષ 2010માં શરૂ થયેલ આ ફેસ્ટિવલ માટે ચીનના દૂર દૂરના વિસ્તારોમાંથી લોકો આવે છે. આસપાસની હોટલ બુક થઈ જાય છે. માનવામાં આવે છે આ ફેસ્ટિવલ શરૂ થવા પાછળ કોઈ પ્રાચીન કાળની પરંપરા નથી, પરંતુ ગરમીઓમાં મીટનું ઓછું વેચાણ થવાના કારણે મીટ વેચતા લોકોએ આ ફેસ્ટિવલ શરૂ કર્યો હતો.

ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઓછા ભાવ પર અલગ અલગ પ્રજાતિના કૂતરાઓ ઓછા ભાવ પર વેચવામાં આવે છે. સાથે સાથે કૂતરાને પકવવા માટે અલગ અલગ રેસિપી પણ શીખવાડવામાં આવે છે. આ કારણોસર આ ફેસ્ટિવલ ખૂબ જ પ્રચલિત થઈ ગયો છે. યુલિન પ્રાંતમાં ઊજવાતો આ ફેસ્ટિવલ તે જ પ્રાંતની ખાસિયત બની ગયો છે. ફેસ્ટિવલ દરમિયાન સ્થાનિક શરાબ અને લીચીનું ખૂબ જ વેચાણ થવા લાગ્યું.

સવાલ ઊભા થઈ રહ્યા છે

ખૂબ જ ક્રૂરતાથી લાખોની સંખ્યામાં કૂતરાને મારવાને કારણે લોકો આ ફેસ્ટિવલની બુરાઈ પણ કરવા લાગ્યા છે. આ ફેસ્ટિવલ વૈશ્વિક મુદ્દો બની ગયો અને સમગ્ર વિશ્વની પશુપ્રેમી સંસ્થાઓએ તેના પર સવાલ ઊભા કર્યા. તેમ છતાં આ ફેસ્ટિવલ ત્યાંના લોકોમાં ખૂબ જ પ્રચલિત છે. ડોગ મીટ પર પ્રતિબંધ હોવા છતા આ ફેસ્ટિવલ ઊજવવામાં આવે છે.
" isDesktop="true" id="1107496" >

કૃષિ મંત્રાલયે ડોગ મીટ પર પાબંદી લગાવી હતી

વર્ષ 2020માં કોરોના ફેલાયા બાદ શંકાના ઘેરામાં આવેલ ચીને કૂતરાના માંસ પર પ્રતિબંધ મુક્યો હતો. કૃષિ મંત્રાલયે પ્રતિબંધ લગાવ્યા બાદ ત્યાંના કૂતરા હવે પાલતુ પ્રાણીની શ્રેણીમાં આવી ગયા છે. માત્ર અધિકૃત કારણોસર તેમને પાળવા અને વ્યાપારની અનુમતિ મળશે. પ્રતિબંધ લગાવ્યા બાદ પણ કોઈ અસર થઈ નથી. આગામી 30 જૂન સુધી યુલિન પ્રાંતમાં કૂતરાનું બજાર ખુલ્લુ જોવા મળશે.
First published:

Tags: Dog meat, Dog meat festival, ચીન, વિવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन