33 વર્ષ પહેલા કિડનેપ થયો હતો માણસ, યાદશક્તિને આધારે નકશો બનાવી પહોંચી ગયો ઘરે
33 વર્ષ પહેલા કિડનેપ થયો હતો માણસ, યાદશક્તિને આધારે નકશો બનાવી પહોંચી ગયો ઘરે
લીની ઉંમર માત્ર 4 વર્ષની હતી, જ્યારે તેને કિડનેપ કરવામાં આવ્યો હતો
Man Reached Home after 33 Years: 4 વર્ષની ઉંમરે કિડનેપ (kidnap) થયેલો લી જિંગવેઈ (Li Jingwei) યાદશક્તિને આધારે નકશો બનાવી 33 વર્ષ બાદ પોતાના ઘરે પાછો ફર્યો. લીની ઉંમર માત્ર 4 વર્ષની હતી, જ્યારે તેને કિડનેપ કરવામાં આવ્યો હતો.
Man Reached Home after 33 Years: બાળકોના અપહરણ થવાની ઘટનાઓ દરેક જગ્યાએ થાય છે, પણ બધાનું નસીબ ચીનના લી જિંગવેઈ (Li Jingwei) જેવું નથી હોતું, જે 33 વર્ષ બાદ પોતાના ઘરે પાછો પહોંચી (Man Reached Home after 33 Years) ગયો. લીની ઉંમર માત્ર 4 વર્ષની હતી, જ્યારે તેને કિડનેપ કરવામાં આવ્યો હતો, પરંતુ 37 વર્ષ પછી પણ તેને પોતાના ઘરનો નકશો યાદ હતો, જેના આધારે તે ઘરે પહોંચી શક્યો.
પૂર્વ ચીનના હેનાન પ્રોવિન્સ (Henan Province, Eastern China)માં રહેતા લી જિંગવેઈના આ કારનામાએ ખૂબ ચર્ચા જગાવી છે. જ્યાં 4 વર્ષની ઉંમરે બાળકોને પોતાન મા-બાપનું નામ પણ મુશ્કેલીથી યાદ રહે છે, ત્યાં લીને પોતાના ઘરનો નકશો પણ યાદ હતો, જેના માધ્યમથી તે અન્ય રાજ્યમાં આવેલા પોતાના ગામે 33 વર્ષ બાદ પાછો ફરી શક્યો.
કઈ રીતે કિડનેપ થયો હતો જિંગવેઈ?
આજથી 33 વર્ષ પહેલા પોતાના ઘરેથી જ લી જિંગવેઈ કિડનેપ (kidnap) થયો હતો. ત્યારે તેની ઉંમર ફક્ત 4 વર્ષ હતી. તેને કિડનેપ કરી જનાર વ્યક્તિ તેનો પડોશી જ હતો, જે રમકડાની લાલચ આપીને લીને 2000 કિમી દૂર હેનાન પ્રાંતમા લઈ ગયો. ત્યાં તેણે લીને એક પરિવારને વેંચી દીધો. આ પરિવારમાં તેને કોઈ પ્રકારની તકલીફ ન થઈ, પણ તે પોતાના મા-બાપને યાદ કરતો રહ્યો. આખરે તેણે પોતાના બાળપણની યાદોના આધારે એક ડિટેલ્ડ મેપ બનાવ્યો અને પોતાના ઘરના નકશાને સોશિયલ મીડિયા પર નાખી દીધો. જોકે, તેને પોતાના ગામનું નામ યાદ ન હતું.
લી જિંગવેઈને જે પરિવારમા વેંચવામાં આવ્યો, ત્યાં તેને સારી રીતે રાખવામાં આવ્યો હતો. ધીરે-ધીરે સ્કૂલ, કોલેજ, નોકરી અને લગ્નમાં વ્યસ્ત થઈ ગયો, પણ તેને ઘરની યાદ આવતી રહી. તેણે પોતાની મેમરીને આધારે જે મેપ બનાવ્યો, તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ મેપ અને ડ્રોઈંગના આધારે પોલીસે યુનાન પ્રાંતમા એક પહાડી ગામ શોધી કાઢ્યું. તેમને ખબર પડી કે ત્યાં એક મહિલાએ વર્ષો પહેલા પોતાનો દીકરો ખોઈ નાખ્યો હતો. આખરે ડીએનએ ટેસ્ટ બાદ આ સાબિત થઈ ગયું કે તે લી જિંગવેઈની મા હતી. જોકે તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, પણ તે પોતાની માને મળીને બહુ ખુશ થયો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર