Home /News /eye-catcher /Americaની ડિઝાઈન ચોરી china બનાવી રહ્યું છે સુપરપ્લેન, 1 કલાકમાં કરશે વર્લ્ડ ટૂર

Americaની ડિઝાઈન ચોરી china બનાવી રહ્યું છે સુપરપ્લેન, 1 કલાકમાં કરશે વર્લ્ડ ટૂર

પ્રતિકાત્મક તસવીર

ચીન તેની સર્જનાત્મકતા (China's Creative Invention) માટે જાણીતું છે. ચાઇનીઝ ચીજવસ્તુઓની ગમે તેટલી બુરાઈ થતી હોય, પણ આ દેશ નવા નવા ઈન્વેંશન કરવામાં ક્યારેય પાછળ નથી રહ્યો.

world news: ચીન તેની સર્જનાત્મકતા માટે જાણીતું પણ થે અને બદનામ પણ છે. કોરોના (Corona Virus)ને ચીનના પ્રયોગનો ભાગ હોવાનું કહેવાય છે. જો ચીને જાણીજોઈને વિશ્વને નષ્ટ કરવા માટે વાયરસ (viral) બનાવ્યો છે, તો તે સફળ થયો છે. જોકે ચીને (china) હજુ સુધી આ વાત સ્વીકારી નથી.

હવે ચીન નવું ઈન્વેન્શન કરવામાં લાગ્યું છે. ચીન એક વિમાન (plane) બનાવવાની તૈયારીમાં છે જે તમને માત્ર એક કલાકમાં વિશ્વના કોઈપણ ખૂણામાં લઈ જશે (Chinese Fastest Plane). આંખના પલકારામાં નજર સામેથી દૂર થવાની વિશેષતા સાથે આ વિમાન બનાવવામાં આવી રહ્યું છે.

આ હાઇપરસોનિક પ્લેનમાં એક સાથે 10 લોકો મુસાફરી કરશે. વિમાન એક કલાકમાં 12,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે. આ સુપરપ્લેનના પ્રોટોટાઇપના ફોટા શેર કરવામાં આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે તેની ડેલ્ટા પાંખો સામાન્ય વિમાનથી અલગ છે. તેમાં વપરાતી એરોડાયનેમિક ડિઝાઇનને કારણે તે અવાજની ગતિ કરતાં પાંચ ગણી ઝડપથી ઉડશે. ભવિષ્યમાં તેને 100 સીટર બનાવવાની યોજના છે પરંતુ હમણા તેમાં 10 લોકો મુસાફરી કરશે.

આ પણ વાંચો: OMG! મુસ્લીમો આ માછલી ખરીદવા કરી રહ્યા પડાપડી? કેમ ખાસ છે? કિંમત સાંભળી ચોંકી જશો

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના જણાવ્યા અનુસાર આ વિમાન બોઇંગ 737 કરતાં મોટું હશે અને તેમાં બે એર એન્જિન લગાવવામાં આવશે. આ સુપરપ્લેનને 20 વર્ષ પહેલા નાસાના ચીફ એન્જિનિયરે ડિઝાઇન કર્યું હતું. પરંતુ તે સમયે યુ.એસ. સરકારે તેને અત્યંત ખર્ચાળ ગણાવીને નકારી કાઢી હતી. મિંગ હાન ટેંગ્સે 1990ના દાયકામાં તેની ડિઝાઇન પર કામ શરૂ કર્યું હતું પરંતુ તે ક્યારેય આગળ વધ્યું ન હતું.

આ પણ વાંચો: Vicky kaushal-Katrina Kaif નાં લગ્ન પછી ચાવાળાની તસવીર કેમ થવા લાગી વાયરલ, સલમાન ખાન સાથે છે ખાસ કનેક્શન

હવે ચીને તેના પર ફરીથી કામ શરૂ કર્યું છે અને તે ટૂંક સમયમાં સફળ થવાની સંભાવના છે. જે ડેવલપર્સે તેને બનાવ્યું છે તેમણે પણ તેનું પરીક્ષણ શરૂ કર્યું છે. કહેવાય છે કે તેના પ્રદર્શનનું પરીક્ષણ ઊંચાઈ પર કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ accidentનો વિચલિત કરતો live video, બાઈક ચાલકે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત

અત્યારે વિમાનના કેટલાક ભાગો અવાજની ગતિ કરતા 6 ગણી ઝડપે ગરમ થઈ રહ્યા છે. આ કારણે તેનું દબાણ અને હીટ કન્ટ્રોલ પર હજુ સુધી કામ કરી શકાયું નથી. જો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના સમાચાર પર વિશ્વાસ કરીએ તો આ વિમાન 2025 સુધીમાં લોકોને ઉપલબ્ધ થઈ જશે. ત્યારબાદ ક્યાંય પણ આવવા-જવા માટે માત્ર એક કલાક લાગશે.
Published by:Riya Upadhay
First published:

Tags: Bizzare Stories, Nasa નાસા, OMG News, અજબગજબ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन