સોનાથી બની છે આ ટૉયલેટ સીટ, 40,815 હીરા જડેલા છે!

News18 Gujarati
Updated: November 7, 2019, 5:04 PM IST
સોનાથી બની છે આ ટૉયલેટ સીટ, 40,815 હીરા જડેલા છે!
ચીનનાં શંઘાઇમાં ચાલી રહેલાં પ્રદર્શનમાં હૉન્ગ કૉન્ગની જ્વેલરી કપંની કોરોનેટે ખુબજ કિંમતી ટોયલેટ સીટ (Toilet Seat)ને પ્રદર્શિત કર્યુ હતું. કંપની અનુસાર તેને વેંચવાની કોઇ જ ઇચ્છા નથી.

ચીનનાં શંઘાઇમાં ચાલી રહેલાં પ્રદર્શનમાં હૉન્ગ કૉન્ગની જ્વેલરી કપંની કોરોનેટે ખુબજ કિંમતી ટોયલેટ સીટ (Toilet Seat)ને પ્રદર્શિત કર્યુ હતું. કંપની અનુસાર તેને વેંચવાની કોઇ જ ઇચ્છા નથી.

  • Share this:
શંઘાઇ: ચીનમાં એક એવી ટૉયલેટ સીટનું પ્રદર્શન કરવામાં આવ્યું જેનો ભાવ સાંભળીને અને તેની બનાવટ અંગે જાણી કોઇપણ વ્યક્તિ આશ્ચર્યપામી જાય. ખરેખરમાં ચીનનાં શંઘાઇમાં હાલમાં ચાઇના ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપો (CIIE) ચાલી રહ્યો છે. આ પ્રદર્શનમાં અલગ અલગ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલાં કિંમતી સામાનનું પ્રદ્શન થઇ રહ્યું છે. જેમાં હૉન્ગ કૉન્ગની જ્વેલરી કંપની કોરોનેટ તરફથી ખુબજ કિંમતી ટૉયલેટ સીટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

9.23 કરોડ રૂપિયા છે ભાવ
કંપની મુજબ આ ટૉયલેટ સીટ (Toilet Seat)ને શુદ્ધ સોનાથી બનાવવામાં આવી છે. જેમાં 40,815 નાના નાના હીરા જડેલા છે. આ હીરા ટૉયલેટ સીટ પર બુલેટપ્રૂફ કાંચ (Bulletproof Glass)ની અંદર લગાવવામાં આવ્યા છે. જેનાંથી આ ટૉયલેટ સીટની સુંદરતા વધી ગઇ છે. પ્રદર્શનમાં આ ટૉયલેટ સીટને જોઇને લોકો આશ્ચર્ય પામી ગયા છે. કંપની અનુસાર આ ટૉયલેટ સીટ ખુબજ કિંમતી છે. તેનો ભાવ 13 લાખ અમેરિકન ડોલર (આશરે 9.23 કરોડ રૂપિયા) છે.આ કિંમતી ટૉયલેટ સીટ બનાવનારી કંપની કોરોનેટએ એક ખુબજ કિંમતી ગિટાર પણ બનાવ્યું છે જેમાં 400 કેરેટનાં હીરા જડેલાં છે. આ ગિટાર વ્હાઇટ ગોલ્ડથી બનાવવામાં આવ્યું છે. તેની આશરે કિંમત 20 લાખ અમેરિકન ડોલર એટલે કે આશરે 20 કરોડ રૂપિયા થાય છે.

આ પણ વાંચો-મલાઇકાને ટ્રોલ કરવું રંગોલીને ભારે પડ્યું, યૂઝર્સે કહ્યું 'તારી બહેન બહુ સંસ્કારી'

વેચવાનો નથી કોઇ પ્લાન- કોરોનેટ અનુસાર તેમને આ કિંમતી ટૉયલેટ સીટ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ કરવાનાં પ્રયાસ સાથે બનાવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ટૉયલેટ સીટ પર કોઇપણ અન્ય ટૉયલેટ સીટ કરતાં વધુ હીરા જડેલાં છે.

આ પણ વાંચો- રાખી સાવંતે ટૉપલેસ થઇ શેર કર્યો વીડિયો, પતિ માટે ગાયું ગીત
First published: November 7, 2019, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading